ગ્રામ્યજનો નમસ્કાર,
કારેલી ગ્રામ પંચાયતમાં તલાટી.કમ.મંત્રી તરીકે તારીખ ૧૪/૦૧/૨૦૨૪ થી ફરજ બજાવી રહ્યો છું. જયારથી કાયૅભાર સંભાળ્યો ત્યારથી આ ગામના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યો છું અને રહીશ.
ગામના વહીવટી અધિકારી તરીકે મેં ગામના સરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયતના કારોબારી સભ્યોને કાયૉ માટે યોગ્ય માગૅદશૅન આપી અને સંકલન સાંધી ગામના કાયૉને પ્રાધાન્ય આપ્યું છે. ગામની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પાણી, પાકા રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગંદાપાણીના નિકાલની વ્યવસ્થા તેમજ સ્વરછ્તા માટે સફાઈ કામધરોની નિમણૂક તેમજ ધન કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરીને ભારત સરકારના “સ્વરછ ગામ, નિમૅળ ગામ” ના સૂત્રને સાથૅક કરવાનો પ્રય્તન કરેલ છે.
કારેલી ગ્રામ પચાયંત માટે ધરવેરો, સફાઇવેરો, લાઇટવેરો અને વ્યવસાય વેરોએ મુખ્ય આવક્નું માધ્યમ છે. જમીન મહેસુલની વસુલાત છેલ્લા પાંચ વર્ષથી ૧૦૦% થાય છે. તેમજ ગામે આવેલ આદીજાતીનાં લોકોનુ કામ કરવા અને વિકાસની યોજનાનો લાભ આપવા તેમજ યોજનાકીય માહિતી આપવા કાયમ તત્પર રહીશ. ગામ પ્રગતીના પંથે છે અને ગામની ઉતરોઉતર પ્રગતી થાય છે અને ગામ પ્રગતીના શિખરો સર કરે એવી આશા રાખુ છુ અને મારા કાયૅકાળ દરમ્યાન સતત પ્રયત્નશીલ રહીશ અને માર્ગદર્શન આપતો રહીશ.