કારેલી ગ્રામ પંચાયત - પ્રગતિશીલ કારેલી

ડેસ્ક ઓફ સરપંચ

ગ્રામ્યજનો નમસ્કાર,

ગ્રામ પચાયંતની યોજાયેલ ગત ચૂંટણીમાં સરપંચ બન્યા બાદ સૌપ્રથમ તો ગામને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાનું મનમાં નક્કી કર્યુ. ગામને આદર્શગામ બનાવવા માટે બધા ગામ લોકોનો સાથ સહકાર લઈ ગામને એક ઉચ્ચ સ્થાન અપાવવા માટેના પ્રયાસો ચાલુ છે. ગામના વિકાસ માટે ગ્રામ પચાયંતની યુવા ટીમને સાથે રાખીને “સૌનો સાથ સૌનો વિકાસ” એ વાકયને સાર્થક કરી રહ્યા છીએ.

ગામને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે વ્યવસ્થિત ગામની ડ્રેનેજ બનાવી પાણી બાયપાસ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

ગામને આદર્શગામ બનાવવા માટે ગામના જુના દેવાલયોનો જીર્ણોદ્ધાર કરાવવો. ગામમાં પાયાની જરૂરિયાતો જેવી કે વાંકાનેડા ગામની આજુબાજુના ગામને રોડથી જોડાણ કરવું. ગામમાં જ એવી વ્યવસ્થા ઉભી કરવી કે ઓછામાં ઓછા ૫૦ ગ્રામજનોને રોજગાર પૂરો પાડવો.

એવી વ્યવસ્થા ઉભી કરવી કે આવનાર સમયમાં ગ્રામજનો આ ગામને(વ્યવસ્થાના અભાવે) છોડીને ન જાય.