કારેલી ગ્રામ પંચાયત - પ્રગતિશીલ કારેલી

સરકારશ્રીની યોજનાઓ

તા.૧/૪/૧૯૯૭ થી સરદાર પટેલ આવાસ યોજના ઘર વિહોણા કુંટુંબોને પાકું મકાન આપવા આ યોજના શરૂ કરવામાં આવેલ હતી. શરૂઆતમાં રૂ. ૨૦૦૦૦/- ની સહાયથી શરૂ કરવામાં આવેલ આ યોજનામાં સરકારી સહાયની તા. ૧૨/૮/૨૦૧૦ ના ઠરાવથી રૂ. ૪૫૦૦૦/- કરવામાં આવેલ હતી. આ યોજના અંતર્ગત પ્રથમ હપ્તો મંજુરીના હુકમ સાથે એડવાન્સ રૂ. ૨૧૦૦૦/- બીજો હપ્તો લીટલ લેવલે રૂ. ૧૫૦૦૦/- હજાર અને ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે રૂ. ૯,૦૦૦/- આપવામાં આવે છે.

આ યોજનાઓ લાભાર્થીએ પોતાની માલિકીના પ્લોટ પર જાતે મકાન બાંધકામ કરેલ છે. રાજયમાં ૧૭ થી ૨૦ ગુણાંક ધરાવતા મોટા ભાગના લાભાર્થીઓને ઝુંબેશ સ્વરૂપે પૂર્ણ રીતે આવરી લેતા કાચા આવાસ ધરાવતા લાભાર્થીઓને સમાવી વર્ષ ૨૦૧૨-૧૩માં ૪,૨૯,૯૦૦ આવાસો મંજુર કરી આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં (માર્ચ-૧૬) અંતિત ૮,૭૩,૩૮૫ આવાસો પૂર્ણ થયેલ છે.

તા.૦૮/૦૮/૨૦૧૩ના ઠરાવથી ૧૭-૨૦ના સ્કોર ધરાવતા બી.પી.એલ કુંટુંબોને ઈન્દિરા આવાસ યોજના હેઠળ સમાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે.આ યોજના હેઠળ પ્લોટ ફાળવણી માટે જમીન સંપાદન કરવાની તેમજ માળખાકીય સુવિધા જેવી કે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, આંતરિક રોડ, વીજળીકરણ જેવી સુવિધાઓ આપવાની પણ જોગવાઈ કરવામાં આવે છે.

(બી.પી.એલ સિવાયના ગુણાંકના કાચા આવાસ ધરાવતા કુંટુંબોને આવાસ)

વર્ષ ૨૦૧૪-૧૫માં ગરીબ અને મધ્યમ વર્ગના કાચા આવાસ ધરાવતા કુંટુંબોને સાંકળી લઈ પ્રથમ તબક્કામાં બીપીએલ સિવાયના ૨૧ થી ૨૮ ગુણાંક કુટુંબોને પાકું આવાસ મળે તે માટે પંચાયત અને ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા.૧૮/૦૨/૨૦૧૪ના ઠરાવથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

આ યોજના હેઠળ મકાનની યુનિટ કોસ્ટ એક લાખ સામે સરકારશ્રીની સહાય રૂ. ૪૦,૦૦૦/- આપવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તો મંજુરીના હુકમ સાથે રૂ. ૧૦,૦૦૦/- હજાર, બીજો હપ્તો લીટલ લેવલે (ટોઈલેટ સાથે) રૂ. ૨૦,૦૦૦/- અને ત્રીજો હપ્તો બાંધકામ પૂણૅ થયે રૂ. ૧૦,૦૦૦/- હજાર આપવામાં આવશે.>

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં (માર્ચ – ૧૬ અંતિત) કુલ ૩,૨૬,૦૫૦ આવાસો મંજુર કરવામાં આવેલ છે આ યોજના હેઠળ કુલ ૧,૧૨,૨૨૯ આવાસો પૂર્ણ થયેલ છે. વર્ષ ૨૦૧૫-૧૬-માર્ચ-૧૬ અંતિત રૂ. ૪૮,૮૮૨.૬૧ લાખનો ખર્ચ થયેલ છે. આ અંગેનું ફોર્મ પંચાયત વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

રાજયની ગ્રામપંચાયતોમાં વર્ષ ૨૦૦૩-૦૪ થી શરૂ કરી માર્ચ – ૨૦૦૮ સુધીમાં ૧૩૬૮૫ ગ્રામ પંચાયતોમાં કોમ્પુટર હાર્ડવેરની ફાળવણી કરી કોમ્પુટર બ્રોડબેન્ડ, વીસેટ, ઈન્ટરનેટ પાવન નેટવર્ક દ્રારા ઈ-સેવાઓ પૂરી પાડવામાં આવે છે. મહત્વની સેવાઓ જેવી કે જન્મ અને મરણનો દાખલો, આકારણી, બી.પી.એલ યાદી, ૭/૧૨, ૮ – અ ના ઉતારા, કરવેરા ભર્યાની પહોંચ, વીજળી બીલ, જી.એસ.પી.સી.ના ગેસ બીલ, સસ્તા અનાજની કુપનો વિવિધ યોજનાઓ માટેના અરજીપત્રો/ ફોર્મ્સ તેમજ ધોરણ – ૧૦ અને ૧૨ના રીઝલ્ટ, મોબાઈલ રીચાર્જ વિગેરે સેવાઓ પુરી પાડવામાં આવી રહેલ છે. B2C જેવી સેવાઓ દ્રારા ગામડાઓમાં ઘરઆંગણે સેવાઓ પુરી પાડવાની યોજના સફળ રહેલ છે.

આ યોજનામાં ગામના એન.આર.જી / એન.આર.આઈ સાથે ઈન્ટરનેટના ઉપયોગથી ગ્રામજનો દ્રારા પ્રસંગોપાત વાતચીત અને સંપર્ક થઈ શકે છે. ઈન્ટરનેટ દ્રારા ખેતી વિષયક, આરોગ્ય વિષયક અને રોજગાર વિષયક માહિતી ગ્રામપંચાયત ખાતે ઉપલબ્ધ છે. ગ્રામ પંચાયત ખાતેથી ઈન્ટરનેટ વિડિયો કોન્ફરન્સની સુવિધા છે. તથા VOIP ની સગવડને કારણે તમામ ગ્રામ પંચાયતો એકબીજા સાથે વિના મૂલ્યે પૂરી પાડવાની યોજના સફળ રહેલ છે.

માર્ચ-૧૬ અંતિત ઈ ગ્રામ સેન્ટરો દ્રારા રાજયમાં અંદાજીત ૬.૮૦ કરોડ ૭/૧૨, ૮- અ ના ઉતારા, ૪૪.૮૦ કરોડ ઈ-પીડીએસ કુપન ઈસ્યુ કરવામાં આવી છે. તથા ૩૩૭ કરોડ વીજબીલ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૦૮ માં ૧૩૬૮૫ ગ્રામ પંચાયતોમાં કોમ્પુટર પુરા પાડી સેવાઓ સુદ્રઢ કરાયેલ છે. વીસેટ બેન્ડવીથ ૨૨ Mbpsથી વધારી ૩૭ Mbps કરવામાં આવેલ તેમાં વધારો કરી ૯૬ Mbps કરવામાં આવેલ છે. ભારત સરકારના NOFN પ્રોજેકટ અંતર્ગત બધા ગામોને કેબલ કનેકટીવીટી આપવાની યોજના હાથ ધરાવનાર છે.

આ યોજના અંતર્ગત તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને તાલીમ કેન્દ્ર ખાતે રંગીન ટી.વી સાથે ડાયરેક્ટ ડીઝીટલ રીસેપ્શન સીસ્ટમ તેમજ કુલ ૧૩૬૮૫ ગ્રામ પંચાયતો પૈકી ૭૪૦૦૦ ગ્રામ પંચાયતો ખાતે કે યુ બેન્ડની સુવિધા આપેલ છે. ૨૬ જીલ્લા પંચાયતો પૈકી નવીન અસ્તિત્વમાં આવેલ તાપી જીલ્લા પંચાયત સિવાય અને ૨૪૪ તાલુકા પંચાયતોનું ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્કથી જોડાણ કરાયેલ છે. ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત રાજયના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓને પણ તાલીમ આપવામાં આવેલ છે. પંચાયત વિભાગ અને ૨૬ જિલ્લા પંચાયતની વેબસાઈટ તૈયાર કરી GSWAN પર અપલોડ કરવામાં આવેલ છે બાકીના ૭ જિલ્લાની વેબસાઈટ બનાવવાની કામગીરી ચાલુમાં છે.

ઈ-ગ્રામ પંચાયતો ખાતેથી વિવિધ ઈ-સેવાઓ પુરી પાડવા ગ્રામ પંચાયતમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલ અનુસાર ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની નિમણૂંક કરેલ છે. ઈ-ગ્રામ સેન્ટરો સતત કાર્યરત રહે તે માટે ટેકનિકલ તેમજ તાલીમ સપોર્ટ પુરો પાડવા માટે કુલ ૫૮૮ જેટલી ટેકનિકલ વ્યક્તિઓની મેન પાવર સપોર્ટ પુરો પાડવામાં આવેલ છે.

ઈ-ગ્રામ વિશ્વગામ યોજનાની સિધ્ધિઓ

ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના કલોઝર યુઝર ગૃપમાં દુનિયામાં પ્રથમ

ઈન્ટરનેટ કનેકિટવીટી અંતર્ગત એશિયાનું સૌથી મોટું વિ-સેટ નેટવર્ક માર્ચ -૧૬ અંતિત રૂ. ૮૫૬૧.૦૦ લાખનો ખર્ચ થયેલ છે.

માન. મુખ્યમંત્રીશ્રીની પરિકલ્પના મુજબ રાજય સરકારના જુદા જુદા વિભાગો દ્રારા ગરીબી રેખા નીચે આવરી લેવાયેલા કુટુંબો અને વ્યકિતઓ માટે, વચેટીઓનું વર્ચસ્વ નાબુદ કરવા તેમજ ગરીબોને પુરેપુરો લાભ મળી રહે તે માટે અમલમાં મુકેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ કે જેમાં જુદા જુદા હેતુ માટે સહાય આપવાની યોજનાઓ સુનિત સુનિશ્વિત કરવામાં આવી છે તે તમામ યોજનાઓના લાભાર્થીઓને એક જ દિવસે તેમને મળવાપાત્ર સહાયો સરકારશ્રીની યોજનાઓની રકમ મળી રહે તે માટે પ્રત્યેક જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરીને જિલ્લાના આવા તમામ લાભાર્થીઓને એક સાથે તેમને મળવાપાત્ર સહાય આપવાના એક નવતર પ્રયોગને મૂર્તિમંત કરવાના હેતુસર રાજય સરકારે આ વિભાગ દ્રારા શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળામાં છેલ્લા બે નાણાંકીય વર્ષ (૨૦૦૯-૧૦, ૨૦૧૦-૧૧) માં આ પ્રકારે તમામ તાલુકાઓને આવરી લેતો ગરીબ કલ્યાણ મેળો તાલુકાવાર યોજેલ છે. આ હેતુસર અને તેના વહીવટી આયોજન, પ્રચાર - પ્રસાર, લાભાર્થીઓને લગતી માહિતી સંકલિત કરવા અને અન્ય વહીવટી ખર્ચ મેળવવાના હેતુસર અલયાદી નાણાંકીય જોગવાઈ કરવામાં આવેલ છે.

અત્યાર સુધીમાં આઠ તબક્કામાં કુલ ૧૩૪૮ ગરીબ કલ્યાણ મેળા યોજાયા તે અંતર્ગત રાજયની વિવિધ ખાતાઓની વિવિધ યોજનાઓ પૈકી ૧.૦૪ કરોડ લાભાર્થીઓને આવરી લઈ કુલ રૂ.૧૬૩૯૧.૮૨ કરોડની નાણાકીય સહાય ચૂકવવામાં આવેલ છે.

વર્ષવાર ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવેલ સહાય
અ.નં વર્ષ તબક્કો ગરીબોની સંખ્યા લાબાંગાળાની સંખ્યા સહાય
૨૦૦૯-૧૦ પ્રથમ ૫૦ ૨૧૧૨૨૭૩ ૨૭૪૧.૭૧
૨૦૧૦-૧૧ બીજો ૨૯૨ ૧૬૫૭૨૪૭ ૨૧૧૭.૫૩
૨૦૧૧-૧૨ ત્રીજો ૩૦૦ ૨૧૧૦૯૪૭ ૩૨૭૯.૪૬
૨૦૧૨-૧૩ ચોથો ૨૨૩ ૧૦૯૨૬૧૮ ૧૮૮૧.૯૧
પાંચમો ૧૦૬ ૨૪૯૧૪૭ ૯૯૪.૧૯
૨૦૧૩-૧૪ છઠો ૧૨૭ ૬૯૯૬૫૨ ૯૯૦.૭૫
૨૦૧૩-૧૪ સાતમો ૧૨૭ ૧૦૨૭૦૨૭ ૧૩૮૨.૯૫
૨૦૧૫-૧૬ આઠમો ૧૨૩ ૩૦૦૩.૩૨ ૯૯૦.૭૫
કુલ ૧૩૪૮ ૧૦,૩૮૮૯૩૦ ૧૬૩૯૧.૮૨

“આત્મા ગામડાનો અને સુવિધા શહેરની” ના મંત્ર સાથે તાલુકા મથકોના ગામો તથા આદિજાતિ વિસ્તારના ૭૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા અને અન્ય ગામોમાં ૧૦,૦૦૦ કે વધુ વસ્તી ધરાવતા ગામોનો સમાવેશ કરી ૨૫૫ ગામોને ઉર્બન યોજનામાં તબક્કાવાર સમાવેશ કરવાનું આયોજન કરાયેલ હતું

ગ્રામ્ય શહેરીકરણની દ્રષ્ટિમાં રાખીને નીચે મુજબની માળખાકીય સુવિધાઓ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકસાવવાનું હાથ ધરવામાં આવશે.

ગ્રામ્ય અને શહેર વચ્ચેની ખાઈ દૂર કરવા શહેરી વિસ્તારમાં જોવા મળતી દરેક માળખાકીય સુવિધાઓ વિકસાવવા બાબત

ઉક્ત પ્રોજેક્ટ ઉર્બન પ્રોજેક્ટ તરીકે ઓળખાશે

આ પ્રોજેકટ અંતૅગત ગટર, રસ્તા,પીવાના પાણી,વીજળી,વિસ્તાર વિકાસ, શૈક્ષણિક વગેરે શહેર જેવી માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનું તથા હયાત સુવિધાઓને સંગીન બનાવવાનું વિચારાયું છે

પ્રથમ તબક્કે ૮૪ ગામો પૈકી ભૂગૅભ ગટરના ૭૯ કામો હાથ ધરાયા છે. અત્યાર સુધીમાં ૬૦ કામો પૂણૅ થયેલ છે. બાકીના ૧૯ કામો પ્રગતિ હેઠળ છે. બાકી રહેલા ૧૭૦ ગામોના DPR બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ યોજના અંતૅગત રૂ૬૧૩.૪૪ કરોડનો ખચૅ થયેલ છે

માચૅ – ૧૬ અંતિત રૂ. ૧૦૭.૮૩ કરોડનો ખચૅ થયેલ છે.

ગામમાં સફાઈ યોગ્ય રીતે થાય અને સફાઈ પ્રત્યે સભાનતા, જાગૃતિ કેળવી સફાઈનું ઉચું સ્તર લાવી ગ્રામ્ય જીવન સ્તર ઉચું લઈ જવા માટે પ્રોત્સાહન રૂપે સફાઈ અને સ્વરછતા માટે સહાય આપવામાં આવે તો સહાયનો ઉપયોગ ગામની સ્વરછતાની જાળવણી માટે અને સ્વરછતાના સાધનો વસાવવા માટે પ્રેરાઈને ગ્રામ પંચાયત પોતાનું ગામ સ્વરછ અને નિમૅળ બને તે હેતુથી પ્રેરાઈને કટિબધ્ધ બને તે માટે સને-૨૦૦૭-૦૮ના વષૅમાં નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેને અગત્યની બાબતમાં ગ્રામ પંચાયતોમાં ગંદકી વાળી જ્ગ્યાઓ જાહેર ગટર લાઈન અને માગૉ ઉપર દવા છટકાવવાની કામગીરી હાથ ધરવી. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થાળંતર કરાવવું અને તે માટે ગામ બહાર જગ્યા નક્કી કરવી.

ગ્રામ પંચાયતમાં સફાઈ વેરો દાખલ કરી ગ્રામ સફાઈ વ્યવસ્થા સધન બનાવવી. ગામમાં આવેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાના મકાનો,શાળાઓ,પંચાયત ધર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે તમામ સ્થળોએ નિમૅળ ગુજરાત સબંધના સૂત્રો- પોસ્ટરો લગાવવા, ગામના વ્યકિતગત અને સામૂહિક શૌચાલયની વ્યવસ્થા કરવી, ગ્રામ્ય વિસ્તારમાં સંપૂણૅ સ્વરછ્તા અભિયાનનું નિમાણૅ કરવું, રહેણાકના સ્થળેથી યોગ્ય અંતરે પશુ જાળવણી સુનિશ્ર્વિત કરવી.

આ યોજના અંતૅગત જે ગામ જેટલો સફાઈ વેરો ઉધરાવશે તેટલી રકમ રાજય સરકાર આ યોજના હેઠળ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવશે. જે ગામ ૧૦૦ ટકા સફાઈ વેરો ઉધરાવશે તેને ૧૧૦ ટકા લેખે રાજય સરકાર આ યોજના હેઠળ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવશે. રાજય સરકાર દ્રારા તા.૨૬/૦૨/૨૦૧૪ના ઠરાવથી પ્રોત્સાહક ગ્રાન્ટથી રકમ બમણી કરવામાં આવેલ છે.

સ્વરછ ગામ સ્વસ્થ ગામ યોજના તથા મહાત્મા ગાંધી સ્વરછ્તા અભિયાન હેઠળ વષૅ ૨૦૧૫-૧૬ માચૅ – ૧૬ અંતિત રૂ.૧૦૫.૦૨ કરોડનો ખચૅ થયેલ છે.

વાદ નહી વિવાદ નહી પરંતુ સંવાદ દ્રારા એકસાથે બેસીને ગામોની સુવિધા તથા અન્ય બાબતોને ધ્યાનમાં લઈ નિણૅય લેવામાં આવે તે સમરસ

ગામમાં વેરઝેર કાવાદાવા, વૈમનશ્ય ઉભા ન થાય તેવી ભાવના ઉજાગર કરતી યોજના

સમરસ ગ્રામ પંચાયતોમાં ગામના વિકાસ માટે અન્ય યોજનાઓના અને ગ્રામ પંચાયતના પોતાના ભંડોળ ઉપંરાત સમરસ ગ્રામ યોજના હેઠળ મળેલ અનુદાનનો ઉપયોગ

સમરસ ગ્રામ પંચાયતોમાં એવોડૅ એનાયત કરવામાં આવે છે

ઓકટો- ૨૦૦૧ થી અમલીકરણ

સવૅ સંમતિથી ચૂટાયેલ પંચાયતોના પદાધિકારીશ્રીઓની ચૂંટણી માટે પ્રોત્સાહક રકમ

૫૦૦૦ સુધી વસ્તી ધરાવતી સમરસ ગ્રામ પંચાયતને રૂ.૨.૦૦ લાખ પ્રોત્સાહક રકમ તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતને રૂ.૩.૦૦ લાખ પ્રોત્સાહક રકમ

બીજીવાર સમરસ ગ્રામ પંચાયત જાહેર થતા પ્રથમ વખતની પ્રોત્સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકા વધારાનું અનુદાન તેમજ સી.સી. રોડ જેવી વધારાની માળખાગત સુવિધા અને ત્રીજીવાર સમરસ જાહેર થતા બીજીવારના પ્રોત્સાહક અનુદાનમાં ૨૫ ટકા વધારાનું અનુદાન

પ્રથમ વાર સમરસ થતી સામાન્ય તથા મહિલા ગ્રામ પંચાયતને ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધો.૮ ની સગવડ ન હોય તો ધો.૮ ની અગ્રીમતાથી મંજૂરી

રાજયમાં અત્યાર સુધીમાં ૨૦૦૧ થી માચૅ – ૧૬ સુધીમાં ૧૧,૧૦૦ સમરસ ગ્રામપંચાયત જાહેર તે પૈકી ૩૯૩ મહિલા ગ્રામ પંચાયત

નાણ્ણાકીય વષૅ ૨૦૧૫-૧૬ માટે માચૅ-૧૬ અંતિત ખચૅ રૂ.૩૨૬.૦૦ લાખનો ખચૅ થયેલ છે

ગામડાઓમાં ભાઈચારો,સામાજિક સદભાવ, શાંતિ ગામનો સવૉગી વિકાસ કરવાના હેતુસર ગ્રામ વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવ વધે, સામૂહિક એખાલાસની ભાવના પ્રબળ બને, એકતા જળવાય તેમજ ભાઈચારાની ભાવના વધે તે ધ્યાને રાખીને સમગ્રત: ગ્રામ્ય કક્ષાએ છેલ્લા ૩ વષૅમાં ગુનો નોધાયેલ ન હોય તેવા ગામોને પાવનગામ અને છેલ્લા પાંચ વષૅમાં ગામમાં એકપણ ગુનો નોધાયેલ ન હોય તેવી ગ્રામ પંચાયતો માટે તીથૅગ્રામ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અન્વયે નક્કી કરેલ માપદંડ મુજબ પાવન ગામને રૂ.૧.૦૦ લાખની પ્રોત્સાહક ગ્રાન્ટ અને તીથૅ ગામ ને રૂ.૨.૦૦ લાખની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવે છે. આ રકમના ઉપયોગથી ગામના વિકાસના કામો હાથ ધરવાના રહે છે. અત્યાર સુધીમાં ૧૨૧૩ પાવન ગામ / તીથૅ ગામ જાહેર કરવામાં આવેલ છે.

પ્રોત્સાહક ગ્રાન્ટ માટે ગામ પસંદગીમાં સમરસ ગામને અગ્રતાક્રમ આપી ગામમાં સ્વરછતા, કન્યા કેળવણી, ડ્રોપઆઉટનો નીચો દર, માદક દ્રવ્યોનું સેવન, ઉત્પાદન અને તેનું વેચાણ ન થાય, સામાજીક સદભાવના, ચચૉ સંવાદથી વિવાદનો નિકાલ જેવી બાબતો ધ્યાને લેવામાં આવે છે.

રાજયની ગ્રામ્ય પ્રજા ખાસ કરીને વૃધ્ધો, મહિલાઓ અને બાળકોને આરામ, સુખાકારી માટે આનંદ પ્રમોદ માટે બગીચાની સુવિધા ઉપલ્બધ થાય તે હેતુસર પંચવટી યોજનાનો વષૅ ૨૦૦૪-૦૫થી અમલ કરવામાં આવેલ છે.પંચવટી યોજના અનુસાર પીપળ, વડ, હરડે વેલ, અશોક, તથા અનેક ફળાઉ વૃક્ષ વાવવાના છે જેથી પાંરપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ રહે.

રૂ.૧.૦૦ લાખ રાજય સરકારની સહાયથી તથા ગ્રામ્ય કક્ષાએથી રૂ.૫૦,૦૦૦ લોકફાળાના ઉપયોગથી અત્યાર સુધીમાં ૫,૮૧૩ ગામોએ પંચવટી યોજના અમલમાં મુકેલ છે. વષૅ ૨૦૧૫-૧૬ માટે માચૅ-૧૬ અંતિત રૂ.૯૩.૬૭ લાખનો ખચૅ થયેલ છે.

ગુજરાત પંચાયત અધિનિયમ દ્રારા ગ્રામ પંચાયતોને સ્વાવલંબન, સ્વશાસન અને સ્થાનિક વિકાસના કામો અને ફરજો સુપ્રત થયા છે. પરિણામે ગ્રામવાસીઓને પોતાની આંકાક્ષા અને શકિતઅનુસાર ગામનો સવૉગી વિકાસ સાધવાની અનુકુળતા સાંપડે તે માટે ગ્રામ પંચાયતો આયોજનપૂવૅક વ્યવસ્થિત રીતે વધુ કાયૅદક્ષતાથી પોતાની ફરજો અને જવાબદારી અદા કરી શકે, આ બજેટ હેડ હેઠળ ગ્રામ પંચાયતોને વધુ સક્ષમ બનાવવા ગામમાં ઉજવાતા રાષ્ટ્રીય તહેવારોમાં થતાં સરભરા અને ઉત્સવ માટે ગ્રામ પંચાયત દીઠ રૂ. ૩૦૦૦ પ્રોત્સાહક ગ્રાંન્ટ ફાળવવામાં આવે છે.

વષૅ ૨૦૧૦-૧૧ માટ્ટે રૂ. ૪૨૬.૦૦ લાખની જોગવાઈ સામે માચૅ-૧૬ અંતિત રૂ.૪૨૦.૮૭ લાખનો ખચૅ થયેલ છે.

વષૅ ૨૦૧૦-૧૧ ના વષૅથી રાજયની તમામ જજૅરીત જિલ્લા પંચાયત / તાલુકા પંચાયતના મકાનોના બાંધકામ અને રીપેરીગ માટે જોગવાઈ કરવામાં આવે છે.

જે અંતૅગત નવચિત ૭ જિલ્લા પંચાયત કચેરીના મકાનો, જજૅરીત તાલુકા પંચાયત કચેરીના મકાનો માટે જિલ્લા પંચાયત કચેરી માટે રૂ. ૨૯.૪૦ કરોડ અને તાલુકા પંચાયત કચેરી માટે રૂ. ૨.૮૫ કરોડ ની યુનિટ કોસ્ટ મુજબ ઉપંરાત નવચિત તાલુકા પંચાયત માટે સ્ટાફ કવૉટર તેમજ જજૅરીત સ્ટાફ કવૉટર રીપેરીગ માટે કુલ રૂ. ૨૧૯.૯૪ કરોડની જોગવાઈ કરવામાં આવેલ હતી.

જે પૈકી ૭ નવરચિત જિલ્લા પંચાયત તેમજ એક જજૅરીત જિલ્લા પંચાયતને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. તેમજ નવરચિત તાલુકા પંચાયત ૨૦ અને જજૅરીત તાલુકા પંચાયત વહીવટી મંજૂરી આપવામાં આવી. નાણાકીય વષૅ ૨૦૧૫-૧૬ માચૅ- ૧૬ સુધીમાં રૂ. ૧૬૯૦૨.૩૦ લાખની ગ્રાન્ટ ફાળવેલ છે.

રાજયની ગ્રામ પંચાયતોને પંચાયત ધર અને તલાટી કમ મંત્રીને રહેવા નિવાસસ્થાન બાંધકામ માટે ગ્રામ પંચાયતોને સરકારશ્રીના અનુદાનની યોજના સને ૧૯૯૨-૯૩થી શરૂ કરવામાં આવેલ છે. આ યોજનામાં વષૅ ૨૦૦૬ના ઠરાવ મુજબ ભૂંકપ ઝોન ચાર અને પાંચ મુજબ ધ્યાને લઈ રૂ. ૩.૬૫ લાખ અને અન્ય વિસ્તાર માટે રૂ.૩.૩૨ લાખની યુનિટ કોસ્ટ નક્કી થયેલ છે.

ભારત સરકારના પંચાયતની રાજ મંત્રાલયના રાજીવ ગાંધી સેવા કેન્દ્ર તથા ગ્રામ વિકાસ મંત્રાલયના મહાત્માગાંધી સચિવાલય યોજના અંતૅગત નવી પંચાયતોને મકાન સુવિધા તથા જજૅરીત મકાનો વાળી પંચાયતને આ યોજના અંતૅગત મકાન બાંધવામાં આવી રહેલ છે તેમજ રાજીવ ગાંધી પંચાયત સશકિતકરણ અભિયાન હેઠળ ૧૪૬ ગ્રામ પંચાયત કચેરીના મકાનો મંજુર કરવામાં આવેલ છે.

ગામની વસ્તીના પ્રમાણમાં પંચાયત ધરમાં બેઠક વ્યવસ્થા તેમજ અન્ય સુવિધાઓની જરૂરિયાત અલગ અલગ હોય જેથી એક જ ટાઈપ ડીઝાઈનના મકાનોને બદલે વસ્તીના ધોરણે જરૂરિયાતને ધ્યાને લઈ પંચાયત ધર બનાવવામાં આવે તો વધુ ઉપયોગી થઈ શકે.

જેમાં વસ્તી મુજબ (૧) ૫૦૦૦ સુધી રૂ. ૧૪.૦૦ લાખ તથા જૂથ ગ્રામ પંચાયત હોય પણ સમાવિષ્ટ ગામની વસ્તી ૩૦૦ થી ઉપર હોય તેવા ગામમાં પેટા પંચાયત ધર યુનિટ કોસ્ટ રૂ.૬.૫૦ લાખ મુજબ વષૅ ૨૦૧૬-૧૭ ના બજેટમાં રૂ. ૯૨.૫૦ કરોડ નવી બાબત તરીકે જોગવાઈ આવેલ છે.

માન. મુખ્યમંત્રીશ્રીની રાહભરી હેઠળ લોક માન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મ દિવસ તા..૧૧/૧૦/૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામ સભાઓને અસરકારક કામગીરી શરૂ થયેલ છે. ગ્રામસભાઓ લોક સશકિતકરણ અને લોકભાગીદારીથી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રહેલ છે.

લોક સશકિતકરણ

તંદુરસ્ત લોકશાહીની તાલીમ પૂરુ પાડતુ માધ્યમ

ગરીબો અને મહિલાઓને રજૂઆત કરવાની તક

અધિકારી / કમઁઍચારી અને લોકો વચ્ચે સુમેળભયૉ સંવાદની તક

લોકભાગીદારી

સરકાર / પંચાયતની કામગીરીનું લોકો સીધુ સામાજીક અન્વેષ્ણ

કુલ ૨૮ તબક્કાઓમાં કુલ ૩,૫૨,૭૯૭ ગ્રામસભાઓ મળી છે. તેમાં ૫૦૩.૫૭ લાખ ગ્રામજનો હાજર રહયા હતા. કુલ ૧૦,૭૨,૭૩૦ પ્રશ્રો રજુ કરવામાં આવ્યા છે તે પૈકીના ૧૦,૧૮,૨૮૬ (૯૪.૮૨%) પ્રશ્રોનો નિકાલ કરવામાં આવેલ છે.

૧૪માં નાણાપંચ અંતૅગત વષૅ ૨૦૧૫-૧૬ થી ૨૦૧૯-૨૦ના સમયગાળા માટે અંદાજીત મળનાર બેઝિક ગ્રાંન્ટ રૂ.૭૭૭૧.૨૬ કરોડ અને પરફોમૅન્સ ગ્રાન્ટ રૂ.૮૬૩.૪૭ કરોડ મળવાપાત્ર છે.

૧૪માં નાણાંપંચની ભલામણોમાં દશૉવ્યા મુજબ વષૅ ૨૦૧૧ની વસ્તીના આધારે ગણી કુલ ગ્રાન્ટના ૯૦ ટકા ગ્રામ પંચાયતની વસ્તીના આધારે અને ૧૦ ટકા ગ્રાન્ટ ગ્રામ પંચાયતના વિસ્તાર ના આધારે ફાળવવાની થાય છે. દરેક ગામ પોતાનો વિલેજ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરશે.

પીવાનું પાણી પુરૂ પાડવાની યોજના

સેનીટેશન

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ (કચરાના નિકાલ માટેના સાધનો વસાવવા, ડમ્પીગ સાઈટ બનાવવા તથા ધન / પ્રવાહી કચરાના વગીકરણ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા)

સ્ટ્રોમ વોટર ડ્રેનેજ

આંતરિક રસ્તા

ગામના મુખ્ય માગૅ ઉપર ફુટપાથ

હાટ બજાર

પ્રાથમિક શિક્ષણમાં ખૂટતી પાયાની સુવિધા

આંગણવાડી કેન્દ્રોમાં ખૂટતી સુવિધા

ગુજરાત પંચાયત અધિનિયમની અનુસુચિ – ૧માં ઠરાવેલ ગ્રામપંચાયતના કાયૉ અને ફરજો અદા કરવા માટે ઉભી કરવાની થતી સામૂહિક સુવિધાઓ.

મનરેગા યોજનાના કન્વઝૅન્સમાં મિલકતોના ટકાઉપણામાં વધારો કરવા માટે.

ઈ-ગ્રામની સુવિધામાં વધારો કરવો.

વીજળીકરણના કામો (સ્ટ્રીટ લાઈટ) (L E D ના ઉપયોગને પ્રાથમિકતા આપવી).

કોમ્યુનીટી એસેટના કામો તથા કોમ્યુનીટી એસેટની જાળવણી

કબ્રસ્તાન / સ્મશાન ગૃહના કામો

૧૪માં નાણાંપંચ હેઠળ મળનાર ગ્રાન્ટમાંથી નીચે મુજબના કામો હાથ ધરી શકશે નહિ.

અસ્થાયી પ્રકારના મરામતના કામો.

સોલાર લાઈટના કામો.

સ્ટેશનરી / ઓફિસ ફનિચર ખરીદીના કામો.

મહેકમ અંગેના ખચૅના કામો.

વીજળીબીલ અંગેનો ખચૅ

કન્ટીજન્સી ખચૅના કામો.

ચાલુ વષૅ ૨૦૧૫-૧૬માં કુલ રૂ. ૪૬૬.૧૩ કરોડનો પ્રથમ હપ્તો અને રૂ.૪૬૬.૧૨ કરોડનો બીજો હપ્તો મળી રૂ. ૯૩૨.૨૫ કરોડ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલ છે.

ઉદેશ

ગ્રામીણ વિકાસની વિવિધ સામૂહિક અને કલ્યાણકારી યોજનાઓના અમલ દ્રારા ગુજરાત રાજય તરફ પ્રયાણ “સ્વરાજથી સુરાજ્ય” પૂવૅક વ્યવસ્થિત રીતે સ્વશાસન દ્રારા વધુગ્રામ પંચાયતો આયોજન કરી રહયું છે. કાયૅક્રમોથી પોતાની ફરજો અને જવાબદારીઓ અદા કરે અને પોતાની આકાંક્ષાઓ મુજબ સામાજિક,માનવ, આથિક અને વ્યક્તિક્લક્ષી વિકાસ કરવા સુયોજીત આયોજન કરી ચોક્કસ લક્ષ અને દીધૅદ્રષ્ટિથી કાયૅ કરે અને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા કટીબધ્ધ બને તે માટે સ્પધૉત્મક વાતાવરણ ઉભું થાય અને અંતતગામડાઓ સમૃધ્ધ અને સ્માટૅ વિલેજ સ્પધૉ અને આ સબંધે: અંતે ગ્રામ્યકક્ષાએ પુખ્ત વિચારણાના ગ્રામ પંચાયતો તે ગ્રાન્ટ ફાળવણી કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી ચોક્ક્સ દિશામાં અને ચોક્ક્સ લક્ષ્ય સાથે પહેલા થાય અને તંદુરસ્ત સ્પધૉની ભાવના વધુ જાગૃત બને તે હેતુથી સ્માટૅ વિલેજ” .અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવે છે.” યોજના

યોજનાની સૂચિત મૂળભુત જોગવાઈઓ

ગ્રામ પંચાયત એક યુનિટ રહેશે.

તેમની વચ્ચે સ્પધૉનું વાતાવરણ ઉભુ કરવું.

પ્રથમ વષૅમાં પસંદ થયેલ ન હોય તો પછીના વષૅ માટે પ્રેરીત થાય

રાજયમાં થી ૧૫૦ થી ૪૦૦ ગામોની પસંદગી કરવી

પછાત તાલુકા માંથી એક ગામ ફરજીયાત પસંદ કરવાનું રહેશે

તમામ તાલુકા મથક જે ગ્રામ પંચાયત છે તેનો પ્રથમ વષૅ સમાવેશ

તે તાલુકા મથકોના ગામને પ્લાનીગ કરી સીધા જ બીજા સ્ટેજમાં પ્રવેશ મળશે.

ત્રણ વષૅ સુધી સહાય ની જોગવાઈ

ઓછામાં ઓછી સહાય દર વષૅ રૂ. ૫૦ લાખ

ગામની વસ્તી અને વિસ્તાર આધારિત સહાય (૭૦:૩૦) નું માળખું

સ્માટૅ વિલેજના નિયત લક્ષ્યાંક સિધ્ધ થયે સ્માટૅ વિલેજ જાહેર કરવામાં આવશે.

યોજનાના અમલીકરણ માટે સોસાયટીની રચના

ગ્રાંટ ફાળવણી

સ્માટૅ વિલેજ માટેની ગ્રાંટ માટે યોગ્યતા પ્રાપ્ત કરનાર ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત મારફત ગ્રાંટ ફાળવણી કરવામાં આવશે. મહતમ ગ્રાંટ ફાળવણી વસ્તી અને વિસ્તાર આધારિત નીચે મુજબ કરવામાં આવશે.

વસ્તી વિસ્તાર(હેકટરમાં) મહતમ મળવા પાત્ર ગ્રાન્ટ (રૂ.લાખમાં)
(એ) ૧૦,૦૦૦ થી ઉપરની વસ્તી વાળા ગામ ૩૦૦૦ થી ઉપર ૧૦૦.૦૦
૧૦૦૦ થી ૩૦૦૦ થી ઓછો ૯૦.૦૦
(બી) ૫૦૦૦ થી ૧૦,૦૦૦ સુધી ૩૦૦૦ થી ઉપર ૮૦.૦૦
૧૦૦૦ થી ૩૦૦૦ થી ઓછો ૭૫.૦૦
(સી) ૫૦૦૦ થી ઓછી વાળા ૩૦૦૦ થી ઉપર ૫૦.૦૦
૧૦૦૦ થી ૩૦૦૦ થી ઓછો ૪૫.૦૦
૧૦૦૦ થી ઓછો ૪૦.૦૦

ગ્રાંટ ફાળવણી પ્રથમ હપ્તામાં ૫૦ % રકમ તેમજ બાકીની રકમ સંબંધિત ગ્રામ પંચાયત દ્રારા મળેલ ગ્રાંટના ૫૦% રકમ નો ખચૅ કયૉ બાદ ફાળવવાની રહેશે.

આ ગ્રાંટ નો ખચૅ પ્લાન પૈકીના મંજૂર થયેલા કામો અને કાયૅક્રમો માટે જ કરવાનો રહેશે.

વષૅ ૨૦૧૬-૧૭ માં રૂ. ૧૮૫.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે

પ્રસ્તાવના

કેન્દ્ર સરકારે તારીખ ૭ સપ્ટેમબર – ૨૦૦૫થી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ પસાર કયૉ અને ફેબુઆરી ૨૦૦૬ થી આ કાયદો અમલમાં આવેલ છે,જે અન્વયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજ્ગાર બાંહેધરી યોજના રાજયના તમામ જીલ્લાઓમાં અમલમાં છે.

યોજનાનો હેતુ

રાજયના ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં કુંટુંબો કે જેના પુખ્તવયના સદસ્યો શારીરિક શ્રમથી થઈ શકે તેવું બિનકુશળ્ળ કામ કરવા ઈરછુક હોય તેવા દરેક કુંટુંબની જીવન નિવૉહની તકો વધારવા માટે કુંટુંબદીઠ નાણાંકીય વષૅમાં વધુમાં વધુ ૧૦૦ દિવસ રોજગારી આપવાનો ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફ થતું સ્થળાંતર અટકાવવું, ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનો આ યોજનાનો હેતુ છે.

યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે

આ યોજના હેઠળ તમામ ગ્રામીણ કુંટુંબોના પુખ્ત વયના સદસ્યો કે જેઓ સવેતન રોજગારીની જરૂરિયાતવાળા અને શારિરીક શ્રમ કરવા તથા બિનકુશળ કામ કરવા ઈરછુક હોય, તેવા ગ્રામીણ કુંટુંબો યોજનાનો લાભ લઈ શકશે. આ કાયૅક્રમ સ્વલક્ષ્યાંકન પ્રકારનો અને માંગ આધારિત છે.

સમાવિષ્ટ કામો

યોજના હેઠળ નીચે મુજબના રોજગારલક્ષી કામો હાથ ધરી રોજગારી પુરી પાડવાની છે.

જળસંચય અને જળસંગ્રહના કામો.

દુષ્કાળ પ્રતિરોધક કામો (વનીકરણ અને વૃક્ષારોપણ સહિત)

માઈક્રો અને માઈનોર સિંચાઈના કામો સહિત સિંચાઈ માટે નહેરના કામો

અનુ.જાતિ/ જનજાતિના સભ્યો અથવા જમીન સુધારણાના લાભાથીઓ અથવા ભારત સરકારની ઈન્દીરા આવાસ યોજનાના લાભાથીઓ દ્રારા ધારણ કરેલ જમીન પર સિંચાઈની સવલતો ફળ ઝાડની ખેતી, વનીકરણ અને જમીન વિકાસના કામો, મનેરગા અંતૅગત ઈન્દિરા આવાસના મકાન બાંધકામ માટે તબક્કાવાર (જેવા કે પ્લીનથ, લીન્ટલ રૂફ અને ફીનીશીંગ) કુલ ૯૦ માનવદિનની બિનકુશળ રોજગારી આપી પ્રવતૅમાન વેતનદર મુજબ ચુકવણું થઈ શકશે.

પરંપરાગત જળસંચય અને સંગ્રહને લગતી સુવિધાઓ જેવી કે કાંસ, વાવ, તળાવ, વાંકળા, કુવા અને તળાવ સહિત પાણી સંગ્રહ માટેના સ્ત્રોતોનું નવીનીકરણ.

જમીન વિકાસના કામો.

જ્યાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ર્ન છે તેવા વિસ્તારમાં ડ્રેનેજ સહિત પુર નિંયત્રણ અને પુર સંરક્ષણને લગતા કામો.

બારેમાસ ઉપયોગમાં આવી શકે તેવા ગ્રામ્ય જોડાણના રસ્તાના કામો.

રાજય સરકારના પરામશૅમાં ક્રેન્દ્ર સરકાર દ્રારા જાહેર થાય તેવા અન્ય કામો.

નવા મંજુર કરેલ વધારાના કામોની યાદી

વોટરશેડ સંબંધિત કામ :- સમોચ્ય બ6ધ, પત્થરનાં આડબંધ (વોલ્ડાર ચેક), બેલનાકાર રચનાઓ, ભૂમિગત બંધ, માટીના, ખેતરમાં બનાવવામાં આવેલા તળાવ,આડબંધ.

ખેતી સંબંધિત કાયૉ :- નાડેપ કંમ્પોસ્ટિગ, વમી કંમ્પોસ્ટ, પ્રવાહી જૈવિક ખાતર : સંજીવક / અમૃતપાણી.

પશુધન સંબંધી કાયૅ :- પોલ્ટ્રી શેલ્ટર (મરધા આશ્રય), બકરા આશ્રય પાકુ ફશૅ, યુરીન ટેક તથા ખાડવાળી ગટરનું નિમૉણ, પુરક પશુ આહાર – અઝોલા , કેટલ શેડ.

માછ્લી ઉછેર સંબંધી કાયૉ :- જાહેર જમીન પર મોસમી જળાશયોમાં માછ્લી ઉછેર, માછલીની સુકવણી કરવાના , સમુદ્ર કાંઠાના રક્ષણ હેતુ સ્ટ્રોમૅ વોટર ડ્રેનેજ નું નિમૉણ.

ગ્રામ્ય સ્વરછતા સંબંધિત કામો :- શોષ ખાડા, વ્યકતિગત શૌચાલય, શાળા શૌચાલય / આંગણવાડી શૌચાલય ધન / પ્રવાહીકચરાનું વ્યવસ્થાપન.

મનરેગા યોજના હેઠળ હાથ ધરનારા કામો પૈકી ખચૅના સંદભૅમાં ઓછામાં ઓછા ૬૦% કામ જમીન, પાણીન સ્ત્રોતો સંયોજીત આયોજન પ્રકિયા અને વૃક્ષોના વિકાસ દ્રારા કૃષિ અને આંનુષગિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઉત્પાદકીય અસ્કયામતોના સજૅનમાં વપરાય તથા સંયોજીત આયોજન પ્રકિયા દરમ્યાન વ્યકતિગત લાભાથીઓના જીવન નિવૉહના વિકાસના કામોને અગ્રતા આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે

યોજના હેઠળ કામોમાં ખચૅનું પ્રમાણ

યોજના હેઠળ હાથ ધરાયેલ કામો પાછળ થતાં ખચૅ પૈકી કુલ ખચૅના ૬૦:૪૦ ના પ્રમાણમાં વેતન અને માલસામાનનો ખચૅ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

સામાજિક ઓડિટ :-

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ – ૨૦૦૫ની કલમ ૨૪(૧) મુજબ ગ્રામ પંચાયતની હદમાં હાથ ધરાયેલ તમામ કામોનું સામાજિક ઓડીટ યોજનાના સંપૂણૅ ઓડીટના ભાગરૂપે નિયમિત પણે દર ૬ મહિને કરાવવાનું ફરજીયાત છે. ગ્રામ સભામાં મહાત્મા ગાંધી નરેગા યોજનાના અસરકારક અને સરળ અમલીકરણની વ્યવસ્થા ગોઠવવા તથા પારદશિતા જળવાય તે માટે સામાજિક ઓડીટ સંબંધે માહે એપ્રિલ અને નવેમ્બર માસમાં ગ્રામસભાની કાયમી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ઈ-એફ.એમ.એસ પધ્ધતિ :

ઈ- મસ્ટર મારફતે શ્રમિકો હાજરીથી કામનું અઠવાડિયું પૂણૅ થયેથી તાલુકાના તાંત્રિક કમૅચારીશ્રી દ્રારા કામની માપણી કરી, કોમ્પ્યુટરાઈઝ ઈ-વેઝ્લિસ્ટ અને ઈ-પે ઓડૅર તૈયાર કરવામાં આવે છે અને તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્રારા ઈલેકટ્રોનિક સહીનો ઉપયોગ કરી, બેંક સિસ્ટમ મારફતે શ્રમિકોના વેતનના ચુકવણી તેઓના ખાતામાં ઈલેકટ્રોનિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ દ્રારા જમા કરવામાં આવે છે.

ઈ-એફ.એમ.એસ. પધ્ધતિ અમલી થતાં શ્રમિકોને ચુકવણીમાં માનવીય હસ્તક્ષેપ અને વેતન ચૂકવણાનો વિલંબ નિવારી શકાયેલ છે. શ્રમિકોના વેતનના ચૂકવણા ઝડપી થાય તે માટે સ્ટેટ બેક ઓફ ઈન્ડિયા સાથે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે.

વેતનદર :-

પ્રવતૅમાન વેતનદર રૂ. ૧૮૮/- દૈનિક ધોરણ્રે (કરેલ કામના પ્રમાણમાં) વેતનની ચૂકવણી કરવામાં આવે છે. શ્રમિકોએ બેંકમાં / પોસ્ટ ઓફીસમાં બચતખાતું ખોલાવવાનું રહે છે. આ બચત ખાતામાં વેતનની ચૂકવણીની રકમ જમા કરવામાં આવે છે.

યોજનાનો લાભ મેળવવા કોનો સંપૅક કરવો જોઈએ :-

આ ઉપરાંત રાજય સરકારશ્રીએ રોજગારીની માંગણી માટેના અરજી ફોમૅ સરપંચ, તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ સેવક (આઈઆરડી અને ખેતીવાડી), ઉપસરપંચ, અધ્યકક્ષશ્રી, સામાજિક ન્યાય સમિતિ, ગ્રામ પંચાયત, મહિલા સદયસ્શ્રીઓ, આંગણવાડી કેન્દ્ર સંચાલકશ્રી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય વ્યાજબી ભાવની દુકાન, વી.સી.ઈ.ઈ-ગ્રામ સેન્ટર, મંત્રી / ચેરમેન-દૂધ સહકારી મંડળી, મંત્રીશ્રીવિવિધ સેવા સહકારી મંડળી, સંચાલકશ્રી-મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર, વગેરે ને રોજગાર વાંરછુક કુંટુંબોએ રોજગારીની માંગણી માટેના નિયત અરજી ફોમૅમાં વિગતો ભરીને સંબંધિત ગ્રામ પંચાયતમાં આપવાની રહેશે.

કેન્દ્ર સરકાર અને રાજય સરકારશ્રીનો હિસ્સો :-

યોજના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્રારા ૯૦:૧૦ ના રેશિયા પ્રમાણે જોગવાઈ કરવામાં આવેલ છે.

વિગત વષૅ ૨૦૧૪-૧૫ વષૅ ૨૦૧૫-૧૬
(૧) (૨) (૩)
કુલ ઉત્પન્ન થયેલ માનવદિન (લાખમાં) ૧૮૧.૧૨ ૨૨૫.૪૩
કુલ ખચૅ (રૂ. લાખમાં) ૪૭૨૩૨.૯૭ ૪૨૯૨૨.૧૨
લેબર બજેટ પ્લાન (રૂ. લાખમાં) ૬૪૮૮૫.૯૮ ૬૬૦૦૯.૭૩
મનરેગા યોજનાનો અસરકારક કામગીરી બદલ ભારત સરકારશ્રી તરફથી મેળવેલ એવોડૅ

વષૅ ૨૦૦૯-૧૦ દરમ્યાન રાજકોટ જિલ્લાના વહીવટી તંત્રને ‘ એકસેલન્સ ઈન નરેગા એડેમીનીસ્ટ્રેશન એવોડૅ’

વષૅ ૨૦૧૦-૧૧ દરમ્યાન પીપળ ગ્રામ પંચાયત, તાલુકા – ચાણ્સમા, જિલ્લા પાટણને Award for Best Performing Gram Panchayat

વષૅ ૨૦૧૧-૧૨ દરમ્યાન કપરૂપુર ગ્રામ પંચાયત, તાલુકા- મહુધા, જિલ્લા ખેડાને Award for Best Performing Gram Panchayat

વષૅ ૨૦૧૧-૧૨ દરમ્યાન ભૈગોલિક માહિતી (જી.આઈ.એસ) ના (Integrated Geo- special ICT Solution for Scientific Planning & Monitoring of MGNREGS) ને Innovative use of Techonologies in e-governance

વષૅ ૨૦૧૨-૧૩ દરમ્યાન વાંસા ગ્રામ પંચાયત, તાલુકા – હારીજ, જિલ્લા પાટણને Award for Best Performing Gram Panchayat

વષૅ ૨૦૧૩-૧૪ દરમ્યાન અબીયાના ગ્રામ પંચાયત, તાલુકા –સાંતલપુર , જિલ્લા પાટણને Award for Best Performing Gram Panchayat

યોજનાની રૂપરેખા :-

ભારતના વડા પ્રધાન દ્રારા તા. ૦૨/૧૦/૨૦૧૪ (બીજી ઓકટોબર) થી સમગ્ર દેશમાં સાવૅત્રિક સ્વરછતાને લક્ષમાં સ્વરછ ભારત મિશન (ગ્રામીણ) યોજના અમલી બનવામાં આવેલ છે. આ મિશનનો મુખ્ય ધ્યેય ભારતને સ્વરછ બનાવવાનો છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જંયતિ ઊજવણીના ભાગરૂપે સાચી શ્રધ્ધાજલીમાં તા.૦૨/૧૦/૨૦૧૯ પહેલા સમ્રગ દેશને ખુલ્લામાં શૌચામુકત (ODF) કરવાનો સરકારે મક્ક્મ નિધૉર કરેલ છે. આ યોજનાનો ઉદેશ ગામોમાં ધન અને પ્રવાહી કચરાના સલામત નિકાલની વ્યવસ્થા ગોઠવાય, ગ્રામીણ વિસ્તારોમાં સવૅત્ર સ્વરછ્તા અને ગામોમાં થતી ખુલ્લામાં શૈચક્રિયા સદતર બંધ થાય અને ગામ સાફ, સ્વરછ અને સુંદર બનાવવા તરફ વેગ આપવા માટેનો છે.

યોજનાના હેતુ

ગ્રામીણ વિસ્તારમાં વસતા લોકોનું જીવન ધોરણ ઊંચુ લાવવું

નિમૅળ ભારત અભિયાન કાયૅક્રમ અંતૅગત સ્વરછતાલક્ષી કામગીરીને વધારી વષૅ -૨૦૨૨ સુધીમાં નિમૅળ ભારતના ઉદેશ હાંસલ કરવા.

જાગૃતિ નિમૉણ અને આરોગ્ય શિક્ષણ મારફત ટકાઉ સ્વરછતા સગવડોને ઉતેજન આપીને સમુદાયો અને પચાંયતી રાજ સંસ્થાઓને પ્રેરણા આપવી.

ગ્રામીણ વિસ્તારોમાં સલામત અને ટકાઉ સ્વરછતા માટે અસરકારક અને યોગ્ય ટેકનોલોજીથી પ્રોત્સાહિત કરવો.

ગ્રામીણ વિસ્તારમાં સ્વરછતા માટે અસરકારક ધન અને પ્રવાહી કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા પર પૂરતું ધ્યાન આપી સમુદાય દ્રારા સંચાલિત પયૉવરણ સ્વરછતા પધ્ધતિ વિકસાવવી.

રાજય સરકાર અને કેન્દ્ર સરકારનો હિસ્સો સ્વરછ ભારત મિશન (ગ્રામીણ) માં 60:40 નો છે.

વ્યકતિગત શૌચાલયના બાંધકામ

યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધામાં પાણીની સુવિધાયુકત વ્યકતિગત શૌચાલય બાંધકામ કરવા રૂ. ૧૨૦૦/- ની પ્રોત્સાહક સહાય ચૂકવવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકારના ૬૦% મુજબ રૂ.૭૨૦૦/- અને રાજય સરકારના ૪૦% મુજબ રૂ. ૪૮૦૦/- નો હિસ્સો છે. આ યોજના હેઠળ વ્યકતિગત શૌચાલય, બીપીએલ અને એપીએલ નક્કી કરેલ નીચે મુજબની પાંચ કેટેગરી જેમાં (૧) અનુસુચિત જાતિ અને અનુસુચિતજન જાતિ, (૨) નાના સિમાંત ખેડૂત, (૩) જમીન વિહોણા ખેત મજૂર (૪) કુંટુંબના વડા વિધવા, (૫) કુંટુંબના વડા અપંગ આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.

ઉપરોકત કેટેગરીમાં સમાવેશ ન થતો હોય તેવા એપીએલ જનરલ કેટેગરીના લાભાથીઓને વ્યકતિગત શૌચાલય બનાવવા રાજય સરકાર દ્વારા નિમૅળ ગુજરાત યોજના અમલી બનાવી તે હેઠળ રૂ.૪૦૦૦/- પ્રતિ શૌચલય પ્રોત્સાહક સહાય ચૂકવવામાં આવે છે. તે ઉપરાંત રાજય સરકાર દ્રારા મુખ્ય મંત્રી સ્વરછતા નિધિ હેઠળ રાજયકક્ષાએ આવેલ ફંડ માંથી આવા પ્રકારના શૌચાલયોના બાંધકામ માટે વધારાની સહાય રૂ. ૪૦૦૦/- પ્રતિ શૌચાલય આપવાનું ઠરાવવામાં આવેલ છે.

ધન અને પ્રવાહી કચરાના સલામત નિકાલ માટેની પ્રોત્સાહક સહાયની વિગત ગ્રામપંચાયતમાંથી નીકળતા ધર વપરાશી ગંદા પાણીના સલામત નિકાલની સાથે ગામમાં એકત્રિત ધન કચરાના નિકાલ માટેની વ્યવસ્થા માટે કુંટંબની સંખ્યા આધારે સહાય ચૂકવવામાં આવે છે. જેમાં પણ કેન્દ્ર અને રાજય સરકારનો હિસ્સો ૬૦:૪૦ નો છે. ૧૫૦ કુંટુંબ સુધીની ગ્રામ પંચાયત માટે રૂ.૭.૦૦ લાખ ૧૫૧ થી ૩૦૦ કુંટુંબ સુધીની ગ્રામ પંચાયત માટે રૂ.૧૨.૦૦ લાખ ૩૦૧ થી ૫૦૦ કુંટુંબ સુધી ગ્રામ પંચાયત માટે રૂ. ૧૫.૦૦ લાખ ૫૦૧ કુંટુંબ ઉપરની ગ્રામ પંચાયત માટે રૂ. ૨૦.૦૦ લાખ

સામૂહિક શૌચાલયના બાંધકામ વ્યકતિગત શૌચાલય બનાવવામાં જગ્યાનો અભાવ હોય તેવા લાભાથીઓ માટે, ઉપંરાત વધુ અવર-જવર હોય તેવી જગ્યા જેમ કે માકેટ, મંદિર, બસ સ્ટેનડ વગેરે સ્થળે આ યોજના હેઠળ સામૂહિક શૌચાલય બનાવવાની જોગવાઈ છે. જે માટે ગામમાં સ્થળ આપવા અને તે યુનિટની ગ્રામ પંચાયત દ્રારા જાળવણી નિભાવણી કરાવવાની શરતે મંજૂર કરવામાં આવે છે. સ્વરછ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ છેલ્લા પાંચ વષૅમાં નીચે મુજબ પ્રગતિ થયેલ છે.

શૌચાલયના બાંધકામ
ક્ર્મ વષૅ બી.પી.એલ એ.પી.એલ શાળા શૌચાલય આંગણીયા શૌચાલય
૨૦૧૧-૨૦૧૨ ૯૩૯૨૧ ૨૨૭૪૩૬ ૫૧૮૨ ૪૭૪
2 ૨૦૧૨-૨૦૧૩ ૩૪૯૨૭ ૧૩૭૦૫૦ ૪૬૬૬ ૪૫૧
3 ૨૦૧૩-૨૦૧૪ ૨૫૭૬૭ ૧૨૯૫૦૧ ૧૧૧૪ ૪૯૦
૨૦૧૪-૨૦૧૫ ૬૫૫૩૫ ૨૭૦૨૨૭ ----- -----
૨૦૧૫-૨૦૧૬ ૨૦૭૫૩૯ ૭૧૪૯૫૬ ----- -----

૧૦૦% શૌચાલય પૂણૅ થયા હોય તેવા ગામો ની સંખ્યા :- ૩૪૧૦ સને ૨૦૧૬-૧૭ દરમ્યાન સ્વરછ ભારત મિશન (ગ્રામીણ) ના બજેટ હેઠળ રૂ.૮૨૪.૩૬ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

પ્રસ્તાવના :-

ગુજરાત સરકાર દ્રારા સને ૧૯૯૪-૯૫ થી જળસ્ત્રાવ આધારિત અનાવૃષ્ટિ શકયતા વિસ્તાર કાયૅક્રમ, રણ વિસ્તાર વિકાસ, તથા સંકલિત પડતર ભૂમિ કાયૅક્રમ જેવા વિસ્તાર વિકાસના કાયૅક્રમોનો અમલ કરવામાં આવેલ હતા, જેમાં રાજયની વિશિષ્ટતાઓ તથા પ્રોજેકટના ભૂતકાળના અનુભવો ઉપરથી ધણા સુધારા કરી વષૅ ૨૦૦૮ થી બધા કાયૅક્રમ ભેગા કરી સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાયૅક્રમ (IWWP) નું ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેંન્ટ એજન્સી દ્રારા અમલીકરણ કરવામાં આવે છે. ગુજરાત રાજયએ સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાયૅક્રમના આયોજન માટે સવૅગ્રાહી વૈજ્ઞાનિક અને સહભાગી પધ્ધતિનો ઉપયોગ કરી સમ્રગ રાજય માટે આગામી ૧૮ વષૅનું આયોજન કરવામાં આવેલ છે.

કાયૅક્રમની રૂપરેખા :

સંકલિત જલસ્ત્રાવ વ્યવસ્થાપન કાયૅક્રમ અત્યંત પ્રકિયા સ્થિત અને પ્રોજેકટ આધારિત કાયૅક્રમ છે. આ કાયૅક્રમનું અમલીકરણ તબક્કામાં નીચે મુજબ હાથ ધરવામાં આવે છે.

ક્ર્મ તબક્કાનું નામ કરવાની થતી કામગીરી સમયગાળો
પ્રારંભિક તબક્કો ૧. પ્રારંભિક પરિયોજના અહેવાલ (પીપીઆર) ૨. એન્ટ્રી પોઈન્ટના કામ ૩. વિસ્તૃત પરિયોજના અહેવાલ (ડીપીઆર) એક થી બે વષૅ
2 જલસ્ત્રાવ કામોનો તબક્કો ૧. જલસ્ત્રાવ વિકાસના કામો ૨. આજીવિકા અને લધુ ઉધ્ધયોગના કામો ત્રણ વષૅ
3 એકત્રીકરણનો તબક્કો ૧. યોજનાની પૂણૅતાનો અહેવાલ ૨. કરેલ પ્રવૃતિઓના લેખા- જોખા ૩. ગ્રામ સભાને યોજનાની સોપણી એક વષૅ

પ્રારંભિક તબક્કા દરમ્યાન પ્રોજેકટ વિસ્તારની જરૂરિયાતોને ધ્યાને રાખી વૈજ્ઞાનિક તથા સહભાગી પધ્ધતિથી વિસ્તૃત પરિયોજના અહેવાલ (ડીપીઆર) બનાવવામાં આવે છે. સામુદાયિક ભાગીદારી વિસ્તૃત પરિયોજના અહેવાલનો અગત્યનો ભાગ છે. જેને સુનિશ્ર્ચિત કરવા માટે સહભાગી ગ્રામીણ ચકાસણી, સહભાગી સુક્ષ્મ આયોજન અને ગ્રામસભાઓ દ્રારા જળસ્ત્રાવ વિકાસ સમિતિ જેને વિસ્તારમાં કરવાના થતા કામોનું અમલીકરણ કરે છે. પ્રારંભિક તબક્કામાં સામુદાયિક ગતિશીલતા અને સહભાગીતા પર ભાર મુકવામાં આવે છે.

જળસ્ત્રાવના કામોનો તબક્કો, આ તબક્કો પ્રારંભિક તબક્કા બાદ આવે છે. જેમાં જમીન અને ભેજ સંરક્ષણ , ભૂમિ સુધારણા, પાણી સંગ્રહ વગેરે કામો કરવામાં આવે છે. આ સાથે મિલકત વિહોણા લોકો માટે આજીવિકા સુધારણા અને કૃષિ ઉત્પાદકતામાં વધારા માટેના કામો કરવામાં આવે છે અને પ્રોજેકટ જોગવાઈનો મોટાભાગનો ખચૅ આ તબક્કામાં કરવામાં આવે છે.

એકત્રીકરણનો તબક્કો, આ તબક્કામાં પ્રોજેકટના મૂલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવે છે. પ્રોજેકટના અમલીકરણથી થયેલ પરિણામોને બેઝલાઈન સવૅની માહિતી સાથે સરખાવવી પ્રોજેકટની અસરોને માપવામાં આવે છે. આ તબક્કામાં એકઝીટ પ્રોટોકલ અને ગ્રામ પંચાયતને સોપણી અંગેની કામગીરી કરવામાં આવે છે.

સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાયૅક્રમની શરૂઆત વષૅ ૨૦૦૯-૧૦ થી થયેલ છે. વષૅ ૨૦૦-૧૦ થી ૨૦૧૪-૧૫ દરમ્યાન છ વષૅમાં ૬૧૦ પ્રોજેકટ મંજૂર કરવામાં આવેલ છે, જેમાં કુલ ૩૧.૦૪ લાખ હેકટર વિસ્તાર અને ૪૭૪૩ ગામોને આવરી લેવામાં આવેલ છે. જેની સામે રૂ. ૪૦૨૨.૧૮ કરોડની કુલ પ્રોજેકટ કોસ્ટ નક્કી કરવામાં આવેલ છે. આવરી લેવામાં આવેલ ગામમાં નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.

વષૅ ૨૦૦૯-૧૦ થી વષૅ ૨૦૧૫-૧૬ દરમ્યાન થયેલ ભૌતિક પ્રગતિ

ક્ર્મ કામગીરીનો પ્રકાર વષૅ ૨૦૧૪-૧૫ સુધી થયેલ કામગીરી વષૅ ૨૦૧૫-૧૬ દરમ્યાન થયેલ કામગીરી
એન્ટ્રી પોઈન્ટ એકટીવીટીના કામો ૧૭૭૧૩
2 જળસંચયના કામો ૨૩૮૭૩ ૧૨૯૭
3 ભેજ સંરક્ષણ કામોમાં જમીન સમતલીકરણ અને વનીકરણ ૧૩૧૮૨૨.૬૯ ૨૨૫૨.૪૭
ગલી પ્લગ, નાલા પ્લગ, ગેબિયન સ્ટ્રકચર, ફિલ્ડ આઉટલેટ ૧૬૫૬૨ ૫૭
કૃષિ પ્રવૃતિઓ ૧૬૨૬૭૩ ૨૩૫૧
પશુપાલન પ્રવૃતિઓ ૯૬૧૨ ૨૭૭
ગૌણ પ્રવૃતિઓ ૬૭૩૧ ૧૧૧
બિન પરંપરાગત ઉજૉ સ્ત્રોત ૨૦૭૮ ----

વષૅ ૨૦૧૫ થી ઉપરોકત યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (વોટરશેડ કમ્પોનન્ટ ) તરીકે ઓળખવામાં આવે છે.

પ્રસ્તાવના :-

ધરવિહોણા અને કાચા આવાસ ધરાવતા ગરીબ કુંટુંબોને આવાસની સુવિધા પુરી પાડવા માટે ઈન્દિરા આવાસ યોજના અમલમાં હતી. ચાલુ વષૅ ૨૦૧૬-૧૭ થી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ રાજયમાં કરવામાં આવેલ છે.

હેતુ :-

પ્રધાનમંત્રી આવાસ યોજના એ કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. યોજનાનો મુખ્ય હેતુ આવાસ વિહોણા અથવા કાચું આવાસ ધરાવતા વંચિત કુંટુંબોને આવાસ બાંધવા આથિક સહાય આપવાનો છે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ :-

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૧,૨૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે. જેમાં કેન્દ્ર અને રાજય સરકારની ૬૦:૪૦ના ગુણોતરમાં સહભાગીતા છે. આ પ્રમાણે રૂ. ૭૨,૦૦૦/- કેન્દ્ર સરકારનો અને રૂ. ૪૮,૦૦૦/- રાજય સરકારનો ફાળો રહેલો છે.

આ ઉપંરાત લાભાથીને શૌચાલય બનાવવા માટે રૂ. ૧૨,૦૦૦/- સુધીની વધારાની સહાય સ્વરછ ભારત મિશન ગ્રામીણ હેઠળ આપવામાં આવે છે તેમજ મનરેગા યોજના સાથે કન્વઝૅન કરી મકાન બાંધકામ માટે રૂ. ૧૬,૦૨૦/- સુધીની વધારાની સહાય આપવામાં આવે છે.

યોજાનાની વિશેષતાઓ

લાભાથીની પસંદગી ગ્રામસભા મારફતે

મકાન મહિલા અથવા પતિ- પત્નીના સંયુકત નામે.

મકાનની કોઈ નક્કી ડિઝાઈન નથી, લાભાથી તેની જરૂરિયાત મુજબનું ઓછામાં ઓછા ૨૫ ચો.મી નું મકાન જાતે જ બનાવે છે.

મકાન બાંધવા માટે મંજૂરી સાથે પ્રથમ હપ્તાની ચૂકવણી તથા કુલ ત્રણ હપ્તામાં સહાયની ચૂકવણી.

ઓછામાં ઓછું ૨૫ ચો.મી. નું મકાન સાથે શૌચાલય બાંધવું અનિવાયૅ.

અનુસુચિત જાતિ અને અનુ.જનજાતિના લાભાથીઓને બેંક મારફતે રૂ. ૭૦,૦૦૦/- ની લોનની વ્યવસ્થા.

લાભાથીને સ્થાનિક સંશોધનઓના ઉપયોગથી મકાન બનાવવા પ્રોત્સાહન.

સ્થળ પર જ તકનીકી માગૅદશૅન.

યોજનાના અમલનું સામાજીક ઓડીટ.

યોજનાની સિધ્ધીઓ :-

ઈન્દીરા આવાસ યોજના અંતૅગત માચૅ- ૨૦૧૫ સુધીમાં ૧૨,૬૮,૩૮૭ ગરીબ કુંટુંબોને આવાસ માટે રૂ. ૪૦૬૫.૨૩ કરોડની સહાય આપવામાં આવી છે. આ આવાસો પૈકી ૧,૯૭,૬૧૪ આવાસો વષૅ ૨૦૦૧ સુધી બાંધવામાં આવેલ અને વષૅ ૨૦૦૧ થી વષૅ ૨૦૧૪-૧૫ સુધી ૧૦,૭૦,૭૭૩ આવાસો બાંધવામાં આવ્યા છે.

ગુજરાત રાજયે સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે ઈન્દિરા આવાસ યોજનામાં આવાસ મહિલાના નામે મંજૂર કરવાનો અભિગમ અપનાવ્યો છે. સને ૨૦૦૧-૦૨ થી ૨૦૧૪-૧૫ સુધીમાં કુલ મંજૂર થયેલ આવાસ ૧૨,૧૬,૯૭૫ છે. જે પૈકી મહિલાના નામે ૭,૩૧,૪૯૧ મંજૂર થયેલ છે. જેની ટકાવારી ૬૦% થી વધુ છે. રાજયના આ પગલાએ ગરીગ કુંટુંબની આ મહિલાઓને તેમના કુંટુંબમાં માનભયુ સ્થાન પામવામાં મદદ કરી છે.

વષૅ ૨૦૧૪-૧૫માં ૩૪૧૦૫ના ભૌતિક લક્ષ્યાંક સામે ૬૫૪૦૪ આવાસોનું બાંધકામ પૂણૅ કરવામાં આવેલ છે. જેની ટકાવારી ૧૯૧.૭૭% થાય છે. રૂ. ૨૪૮.૦૦ કરોડની નાણાંકીય જોગવાઈ સામે રૂ. ૪૫૭.૪૮ કરોડની સહાય લાભાથીઓને ચૂકવવામાં આવેલ છે. જેની ટકાવારી ૧૮૪.૪૭% થાય છે.

મહિલા સશક્તિકરણના ભાગરૂપે વષૅ ૨૦૧૪-૧૫માં ૩૦૨૦૫ આવાસ મંજૂર કરવામાં આવેલ છે. તે પૈકી મહિલાઓના નામે ૨૧૯૯૨ આવાસ મંજૂર કરવામાં આવેલ છે. જેની ટકાવારી ૭૨.૮૧% થાય છે.

વષૅ ૨૦૧૫-૧૬માં ૨૮૭૫૩ના ભૌતિક લક્ષ્યાંક સામે ૩૭૩૧૦ આવાસોના બાંધકામ પૂણૅ કરવામાં આવેલ છે. જેની રૂ.૨૦૧.૫૭ કરોડની સહાય લાભાથીઓના ચૂકવવામાં આવેલ છે.

આગામી વષૅ ૨૦૧૬-૧૭ માટે ૨૦૪૧૬ના ભૌતિક લક્ષ્યાંક સામે રૂ. ૨૫૪.૮૦ કરોડની અંદાજીત નાણાંકીય જોગવાઈ સૂચવવામાં આવેલ છે.

દિનદયાલ અંત્યોદય યોજના/ એન.આર.એલ.એમ/ગુજરાત સરકાર દ્રારા અમલમાં મૂકવામાં આવેલ મિશન મંગલમ યોજના અંતૅગત ગુજરાતના ગ્રામીણ વિસ્તારની ગરીબ પરિવારોની બહેનોને સ્વસહાય જૂથોમાં સખી મંડળ/ સ્વસહાય જૂથ સ્વરૂપે સંગઠિત કરીને તેમની બચત અને આ પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરી ઉત્પાદકીય કામોનાહુત્રર કૌશલ્યની તાલીમ દ્રારા તથા આ માટે બેકોના ધિરાણની વ્યવસ્થાની સુવિધા સાથે જોડી, વિવિધ વિભાગો સાથે જોડાણ કરાવી, સ્વરોજગારી પૂરી પાડી, ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ અથૅ યોગ્ય બજાર સાથે જોડીને તેઓને ગરીબીમાંથી બહાર લાવવાની પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સત્વશીલ અને અભિયાનને મિશન મોડ પર કાયૅરત કરવામાં આવ્યું છે.

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લીએ. મિશન મંગલમ અભિયાન અંતૅગત રાજયના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૭ તાલુકાઓમાં પ્રથમ તબક્કે ગ્રામ્ય સ્તરે ૨.૪૦ લાખથી વધુ મંડળોની રચના કરી, ૧.૩૫ લાખ જૂથોને સક્રિય કરેલા છે. અંદાજે ૨૩૦૦ થી વધારે ગ્રામ સંગઠન (V.O) ની રચના કરવામાં આવેલ છે. જેમાં અંદાજે ૨૬.૧૦ લાખથી વધુ મહિલાઓને આવરી લઈ અંદાજે ૧.૭૧ લાખ સખીમંડળ/સ્વસહાય જૂથને રૂ.૧૧૫.૩૫ કરોડનું રીવોલ્વીંગ ફંડ પેટે ચૂકવવામાં આવેલ છે. તદઉપંરાત અંદાજે ૭૪.૫૨૧ લાખ સખીમંડળ/સ્વસહાય જૂથને રૂ. ૫૪૫.૦૨ કરોડ કેશ કેડિટ અને ૯૦૬૩ સ્વસહાય જૂથોને રૂ. ૪૦.૫૨ કરોડનું કોમ્યુનિટી ઈનવેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવેલ છે. મહિલા સશક્તિકરણને વાસ્તવલક્ષી ઊંચાઈએ પહોચાડવા માટે સ્વસહાય જૂથો દ્રારા લીધેલ લોનની સમયસર ચૂકવણી થતા તે જૂથોને પ્રોત્સાહનના ભાગરૂપે ગુજરાત સરકારે ૫% વ્યાજ સહાય પેટે રૂ. ૧૦.૩૭ કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવેલ છે.દર વષૅ ૨૫૦૦૦,સ્વસહાય જૂથોને ૫% વ્યાજ સહાયનો લાભ મળે છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજાનામાં ૫ લાખનાં લક્ષ્યાંક સામે ૩૯૩ લાખ લાભાથી, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ૫ લાખનાં લક્ષ્યાંક સામે ૬.૦૦ લાખ લાભાથી તેમજ અટલ પેન્શન યોજનામાં ૦.૫૦ લાખના લક્ષ્યાંક સામે ૦.૩૪ લાખ લાભાથીને આવરી લેવામાં આવ્યા છે.

રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે એમયુ.ઓ. કરી, આરોગ્ય વિભાગની યોજનાઓ લોકો સુધી સ્વસહાય જૂથની બહેનો મારફતે પહોચાડવા અને ૧૫,૦૦૦ જેટલી બહેનોને આ કાયૅમાં જોડવા માટે સફળ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. જેથી આરોગ્યલક્ષી જાગૃતિ સાથે નાણાંકીય ઉપાજૅન પણ તેઓ કરી શકશે.

મિશન મંગલમ કાયૅક્રમ અંતૅગત બેકો, વ્યવસાયિક સંસ્થાઓ, કૌશલ્ય વિકાસ એજન્સીઓ, જ્ઞાન પ્રસાર એકમ, સ્વસહાય જૂથો વગેરે વચ્ચે સુયોગ્ય સંકલનની સાથે સાથે આ યોજના અન્વયે કુટીર અને ગૃહઉધોગ ઉપંરાત કૃષિ, એગ્રો પ્રોસેસીંગ, ડેરી અને પશુપાલન ક્ષેત્રે પણ રોજગારીની તકોને વધુ મજબૂત કરી ગુજરાતની મહિલાઓ માટે આથિક સશક્તિકરણની દિશામાં અનોખું કદમ ઉઠાવ્યું છે.

મિશન મંગલમ અંતૅગત ધણાં કાયૉ જોબવકૅ તરીકે સખી મંડળો/સ્વસહાય જૂથો દ્રારા સ્વરોજગારના આપનાર પ્રવૃતિઓ જેવી કે, પશુપાલન, એગ્રોપ્રોસેસિંગ, ફૂડ પ્રોસેસિંગ, મત્સયઉધોગ વનપેદાશો-મધ, વમીકમ્પોસ્ટ, હાથવણાટ, હસ્તકલા, હોઝિયરી, અગરબતી, વાંસ, ઈમારતી લાકડાની કૃતિઓ, ગ્રામીણ સેવા ક્ષેત્રોના સાહસો, કેટરીગ તથા અન્યક્ષેત્રો જેવા કે કુટિર ઉધોગ અને ગ્રામીણ સેવાઓના ક્ષેત્રે આથિક પ્રવૃતિઓના વિવિધ પાયલોટ પ્રોજેકટ, સ્કીલ ડેવલપમેન્ટના હુત્ર્ર્ર્ર્ર કૌશલ્યની તાલીમપ્રદાન કરી આજીવિકા દ્રારા ગરીબી સામે લડવાની ક્ષમતા પૂરી પાડવાની પ્રકિયા હાથ ધરવામાં આવનાર છે.

મહિલા કિસાન સશક્તિકરણ પરિયોજના એ કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. આ યોજનામાં કૃષિ સાથે સંકળાયેલ મહિલઓને ટકાઉ ખેતી, આઈ.પી.એમ. ( ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ) જેવી તાલીમ આપી તેમનું ક્ષમતાવધૅન કરવામાં આવે છે. આ યોજનામાં ત્રણ વષૅમાં કુલ ૩૨,૩૨૦ મહિલા લાભાથીઓનું ક્ષમતાવધૅન કરવામાં આવશે. મહિલા કિસાન સશક્તિકરણ કરવા પરિયોજનામાં સ્વસહાય જૂથની મહિલાઓને વિવિધ પ્રકારના ગ્રામ્ય / કલસ્ટર કક્ષાના ફેડરેશન પ્રોડયુસરગૃપમાં જોડવામાં આવશે. આ યોજના અંતૅગત કૃષિલક્ષી વિવિધ પ્રવૃતિઓ મારફત મહિલાઓની આવકમાં વધારો થશે.

નેશનલ રીસોસૅ ઓગૅનાઈઝેશન તરીકે કુદુમ્બશ્રી (કેરાલા) દ્રારા સખી મંડળ/ સ્વસહાય જૂથોના ઉધમિતાવિકાસ થાય તે માટે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્રારા NRLP અંતૅગત કુદુમ્બશ્રી દ્રારા ગુજરાતના કુલ ૩ જિલ્લાઓ પાટણ, નમૅદા અને તાપી પાયલોટ પ્રોજેકટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.

નમૅદા અને તાપીમાં અનુક્રમે ૪૦-૪૦ લધુઉધોગ મિત્ર તથા પાટમાંણ ૭૫ એમ થઈને કુલ ૧૫૫ લધુઉધોગ મિત્રો તૈયાર કરવામાં આવનાર છે. જેમાંથી ૧૨૮ લધુઉધોગ મિત્ર તૈયાર થઈ ચૂકયા છે જે ગ્રામ્ય સ્તરે ઉધમિતાવિકાસનું કામ કરશે.જેમાં તાલીમ માગૅદશૅન, બેક ધિરાણ અને કન્વજૅન્સ વગેરેની કામગીરી પર ધ્યાન આપી સખીમંડળની બહેનો માટે ઉધમિતાવિકાસની કામગીરી કરવામાં આવશે.

નેશનલ રીસોસૅ ઓગૅનાઈઝેશન (NRO) તરીકે રીસોસૅ બ્લોક સ્ટ્રેટેજી અન્વયે ઓમ્પલીસ (OMPLIS-Andhrapradesh) દ્રારા ગુજરાતના ૩ જિલ્લાના ૩ બ્લોકમાં અનુક્રમે સુરેન્દ્રનગરમાં સાયલા, છોટાઉદેપુરમાં ક્વાંટ તથા અમરેલીમાં બાબરા તાલુકામાં કોમ્યુનીટી રીસોસૅ પસૅન દ્રારા મિશન મંગલમ સ્વસહાય જૂથની બહેનો સાથે મળીને ટાગૅટ કોમ્યુનિટી ને સ્વસહાય જૂથમાં આવરી લેવામાં આવશે. જેમાં V.O./કલસ્ટર લેવલ ફેડરેશન દ્રારા સ્વસહાય જૂથોને સંગઠિત કરવા, તેમને વિવિધ તાલીમ આપી, બુક કીપીગ તથા અન્ય બાબતોનું દિશા નિદૅશન કરી સતત માગૅદશૅન આપવામાં આવશે.

જીએલપીસી તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી સ્વસહાય જૂથો/ સખીમંડળો ને કૌશલ્ય વધૅન તાલીમ તેમજ વ્યવસાયિક તાલીમ આપવા તથા રોજગારી સાથે જોડવાનો શ્રેષ્ઠ અભિગમ તેમજ સ્વરછ ભારત મિશન અંતૅગત સ્વરછ્તા ઝુંબેશની આજીવિકાના વિકલ્પ તરીકે પંસદગી ઉપંરાત સ્વરછ ભારત મિશન અંતૅગત સ્વસહાય જૂથોની સક્રિય ભાગીદારી.

કૃષિ બાગાયત પશુપાલન અને ડેરી ક્ષેત્રોમાં પણ સ્વસહાય જૂથો/ તે સખી મંડળોના સભ્યોને જોડીને તેઓની આજીવિકા સતત વધારવાનું કાયૅ મિશન મંગલમ- જીએલપીસી કરી રહેલ છે.

રાજયના ૪ જીલ્લાના ૧૦ તાલુકાઓના ૪૨૫ ઉપંરાત ગામોની ૩૨,૦૦૦ ઉપંરાત મહિલાઓને મહિલા કિસાન સશકતિકરણ પરિયોજના અંતૅગત આદૅશ સુધારેલી તથા તેઓના ખેત ઉત્પાદન દ્રારા વધુ આવક મેળવે તેવા કાયૅક્રમનું આયોજન થઈ રહયું છે.

સહકાર અને ડેરી ઉધોગ સાથે ૨ લાખથી વધુ મહિલા સભ્યો જોડાયેલ છે સ્વસહાય જૂથોની મહિલાઓને સાંકળી લઈને ૨૪૬ નવી મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની રચના કરેલ છે.

રાજયભરમાં ૧૬૧ જેટલા સ્થળોએ સ્વસહાય જૂથો દ્રારા મંગલમ અમૂલ પાલૅર શરૂ કરવામાં આવેલ છે. અને તે દ્રારા સ્વસહાય જૂથોની ગ્રામીણ મહિલાઓમાં ઉધોગ સાહસિકતાના ગુણો વિકસાવી તેઓની આજીવિકામાં વૃધ્ધિ કરવાનો મહત્વકાંક્ષી કાયૅક્રમ હાથ ધરવામાં આવેલ છે.

DAY- NRLM અંતૅગત દરેક ગરીબ ગ્રામીણ પરિવારને સ્વસહાય જૂથ અને ગ્રામીણ સંગઠનમાં સમાવેશ કરવો.

સ્વસહાય જૂથને બેંક ધિરાણ અને અન્ય નાણાંકીય તકનીકી અને બજાર સેવાઓ પુરી પાડવી.

સ્વસહાય જૂથના સભ્યોને ટકાઉ આજીવિકા વિકાસ માટે તેઓનું ક્ષમતા વધૅન અને કૌશલ્ય વધૅન કરવું.

સરકારશ્રીની તેમજ અન્ય વિકાસ યોજનાઓ સાથે સંકલન કરી ગ્રામીણ ગરીબ પરિવારોને સામાજીક અને આથિક સેવાઓ પૂરી પાડીને ગરીબી દૂર કરવી.

ગ્રામીણ સ્વરોજગાર તાલીમ પ્રશક્ષિણ સંસ્થાન (આરસેટી)

આરસેટીને ગુજરાત સરકાર દ્રારા જરૂરિયાત મુજબ જમીન નિ:શુલ્ક રીતે પૂરી પાડવામાં આવે છે. જ્યારે ભારત સરકારે દ્રારા મકાન બાંધકામ માટે બેંકોને રૂ. ૧ કરોડની સહાય સ્વરૂપે આપવામાં આવે છે.

આરસેટી દ્રારા ગ્રામીણ બીપીએલ યુવક-યુવતીઓને જરૂરિયાત મુજબની સ્વરોજગારલક્ષી તાલીમ નિ:શુલ્ક આપવામાં આવે છે.

તાલીમ પૂરી થયા બાદ તાલીમાથીઓને બેંક સાથે ક્રેડિટ જોડાણ કરાવી સ્વરોજગાર માટે લોન પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ બે વષૅ સુધી તેઓને સ્વરોજગારલક્ષી માગૅદશૅન પૂરુ પાડવામાં આવે છે.

ગુજરાતમાં ૧૫ આરસેટી કેન્દ્રો બેંક બરોડા દ્રારા, ૬ આરસેટી કેન્દ્રો દેના બેંકો દ્રારા અને ૭ આરસેટી કેન્દ્રો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા સંચાલિત છે. સને ૨૦૧૫-૧૬ માં માચૅ- ૨૦૧૬ અંતિત ૧૯૧૨૯ તાલીમાથીઓને તાલીમ આપવામાં આવેલી છે.

દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશાલ્ય યોજના

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્રારા ગુજરાત રાજયના ગ્રામ્ય કક્ષાના યુવાનોને વ્યવસાયલક્ષી કૌશલ્ય તાલીમ અને રોજગારી મળી રહે તે ઉદેશ અંતૅગત પબ્લિક પ્રાઈવેટ પાટૅનરશીપ (પી.પી.પી.) મોડલ હેઠળ ૬૦ ટકા કેન્દ્ર સરકાર અને ૪૦ ટકા રાજય સરકાર પુરસ્કૃત દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અમલીકરણમાં છે.

વ્યવસાયિક તાલીમ પામેલ ૭૫ ટકા યુવાનોને પૂરી પાડવી.

૧૮ થી ૩૫ વષૅની વય જૂથના ગ્રામીણ પરિવારોના યુવાનોને (ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો, વિધવાઓ, વિકલાંગ વગેરે કિસ્સામાં ૪૫ વષૅ વય મયૉદા)

ડી.ડી.યુ-જી.કે.વાય યોજના અંતૅગત સામાજીક વંચિત જૂથો (અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ માટે ૫૦ ટકા, લધુમતી માટે ૧૫ ટકા, મહિલા ૩૩ ટકા, વિકલાંગ ૩ ટકા) નો ફરજીયાત સમાવેશ.

રાજયમાં ૨૧ સંસ્થાઓ પૈકી ૧૯ સંસ્થાઓ માચૅ-૨૦૧૬ અંતિત ૭,૯૩૭ ઉમેદવારોની તાલીમ પૂણૅ કરેલ છે. અને ૫,૦૮૦ ઉમેદવારોને નોકરી મેળવી આપી રોજગારી પ્રદાન કરેલ છે.

આમ આદમી વીમા યોજના હેઠળ ગુજરાતના ગ્રામીણ વિસ્તારના અતિ ગરીબ જમીન વિહોણા ખેત મજૂર કુંટુંબોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. જેની મુખ્ય બાબતો નીચે મુજબ છે.

દરેક ગ્રામીણ અતિગરીબ જમીન વિહોણા ખેતમજૂર કુંટુંબને વીમા કવચ.

કુદરતી મૃત્યુના કિસ્સામાં સહાય રૂ. ૩૦,૦૦૦.

આક્સ્મિક મૃત્યુના કિસ્સામાં વારસદારને સહાય રૂ. ૭૫,૦૦૦

કાયમી વિકલાંગતના કિસ્સામાં સહાય રૂ. ૭૫૦૦૦.

આંશિક વિકલાંગતના કિસ્સામાં સહાય રૂ. ૭૫૦૦.

સામાજિક સુરક્ષા હેઠળ પ્રતિવષૅ રૂ. ૨૦૦ પ્રીમિયમ (રાજય સરકારનો ફાળો રૂ. ૧૦૦ તથા એલ.આઈ.સી.ઓફ ઈન્ડિયાનો ફાળો રૂ. ૧૦૦)

વષૅ ૨૦૦૮ થી અત્યાર સુધી ગરીબી નીચે જીવતા જમીન વિહોણા આવરી લેવામાં આવેલા કુંટુંબોના (ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં કુંટુંબદીઠ મહતમ ૨ બાળકોને) પ્રતિ લાભાથી દીઠ રૂ. ૧૨૦૦ લેખે સુધી કુલ ૨૮૬૯૪ વિધાથીઓને રૂ. ૩૪૪.૩૨ લાખનું શિષ્યવૃતિનું ચુકવણું એલઆઈસી, ગાંધીનગર દ્રારા કરવામાં આવેલ છે.

વષૅ ૨૦૧૬-૧૭ માટે આ યોજના હેઠળ ગરીબીરેખા નીચે જીવતા ૮.૫૯ જમીન વિહોણા કુંટુંબોને વીમા કવચ પૂરું પાડવામાં આવેલ છે.

હેતુ :

બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટકાડૅ, બેકિંગ, સવિસ, થાપણ, નાણાની લેવડ-દેવડ, વીમો, પેન્શન વગેરે પૂરી પાડવાનો છે. ઉપરાંત પ્રધાનમંત્રી જન-ધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે.

યોગ્યતા :

૧૦ વષૅથી વધુ વય ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ યોજના હેઠળ બેંકમાં ખાતું ખોલાવી શકે છે.

ફાયદાઓ :

આ યોજના સાથે સંકળાયેલ લાભો નીચે મુજબ છે:

જમા રાશિ ઉપર વ્યાજ

એક લાખ રૂપિયાનું દુધૅટના વીમા કવચ

કોઈ ન્યુનતમ બેલેન્સની જરૂર નથી, તેમ છતાંય, રૂપે કાડૅની મદદથી રકમ ઉપાડવા માટે થોડી રકમ જમા રાખવામાં આવે એ હિતાવહ છે

રૂ. ૩૦,૦૦૦ નું જીવન વીમા કવચ

ભારત ભરમાં સહેલાઈથી રકમ ટ્રાન્સફર થઈ શકશે

સરકારી યોજનાના લાભાથીઓના તેમના આ ખાતામાં સીધા લાભો જમા કરવામાં આવશે

૬ મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ-દેવડ પછી ઓવરડ્રાફટની સુવિધા આપવામાં આવશે

પેન્શન તથા વીમાની સુવિધા મળી શકશે

કાયૅપધ્ધતિ :

પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં ખાતું ખોલાવવા માટે નીચે મુજબના દસ્તાવેજ જરૂરી છે.

આધારકાડૅ હોય, તો બીજા કોઈ દસ્તાવેજની જરૂર નથી

સરનામું બદલાઈ ગયું હોય, તો હાલના સરનામાંનું પ્રમાણપત્ર જરૂરી છે

જો આધારકાડૅ ન હોય, તો નીચે જણાવેલ સરકારી દસ્તાવેજ પૈકી કોઈપણ એક જરૂરી છે.

મતદાર ઓળખપત્ર

પાન કાડૅ

નરેગા કાડૅ

ડ્રાયવિંગ લાયસન્સ

પાસપોટૅ

નોધ :

આ દસ્તાવેજમાં જો અરજદારનું સરનામું હોય, તો આ ઓળખાણ તેમજ સરનામાના પુરાવા તરીકે કાયૅ કરશે.

જો કોઈપણ વ્યક્તિ પાસે ઉપર જણાવેલ દસ્તાવેજ ન હોય તો બેંક દ્રારા ઓછા જોખમ વાળા વગૅ માટે ગેઝેટેડ અધિકારી દ્રારા જારી કરેલ પત્ર જેમાં વ્યક્તિનો ફોટો પણ પ્રમાણિત કરેલ હોય તેવા દસ્તાવેજથી ખાતું ખોલાવી શકે છે.

અમલીકરણ સંસ્થાઓ :

રાષ્ટ્રીયકૃત અને જાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓ, સરકારી બેંકોની શાખાઓ, બેંક મિત્ર, વ્યવસાય પ્રતિનિધિ વગેરે મારફત આ યોજનાનો અમલ કરવામાં આવશે

હેતુ :

આકસ્મિક મૃત્યુ અને સંપૂણૅ વિકંલાગતના કિસ્સામાં રૂ. ૨ લાખનું વીમા રક્ષણ.

યોગ્યયા :

બધા જ ખાતેદાર કે જેમની ઉંમર ૧૮ થી ૭૦ વષૅ હોય તેવા લોકો આ યોજનામાં જોડાઈ શકશે. વાષિક પ્રિમીયમ વ્યકિત દીઠ રૂ. ૧૨ રહેશે. ખાતાધારકના સંબંધિત બેંક એકાઉન્ટમાંથી પ્રિમીયમની રકમ “ઓટો ડેબિટ” થશે

ફાયદાઓ :

આ યોજનામાં લાભ નીચે મુજબ છે

ક્ર્મ લાભનો પ્રકાર વીમા રાશિ
આકસ્મિક મૃત્યુ રૂ. ૨ લાખ સુધી
અકસ્માતમાં બંને પગે અથવા બંને હાથ ગુમાવવા અથવા એક આંખની દ્ર્ષ્ટિ ગુમાવવી અને એક પગ અથવા એક હાથ ગુમાવવો. રૂ. ૨ લાખ સુધી
એક આંખની નજર ગુમાવ્યેથી અથવા હાથ કે પગ બિન ઉપયોગી થયે. રૂ. ૧ લાખ સુધી
કાયૅપધ્ધતિ :

અકસ્માત બાદ દાવો મૃત્યુના ૩૦ દિવસોની અંદર નિધારીત દાવા ફોમૅમાં નીચે દશૉવેલ પ્રમાણપત્રો/પુરાવાઓ સાથે વીમાધારકનું બેંક ખાતું જે બેંક શાખામાં હોય ત્યાં રજૂ કરવાનો રહેશે.

વીમા ધારકના મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોટૅમ રીપોટૅ અને મૃત્યુનું પ્રમાણપત્ર

અમલીકરણ એજન્સી :

જાહેરક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને અન્ય વીમા કંપનીઓ દ્રારા બેંક મારફતે યોજનાનું અમલીકરણ કરવામાં આવશે.

હેતુ :

આથિક સુરક્ષાના અભાવ હેઠળ જીવન જીવતા મહતમ લોકોની સુરક્ષા માટે ખાસ પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, જેની લાક્ષણિકતા નીચે મુજબ છે.

આ યોજના એક વષૅના જીવનવીમાની યોજના છે. જે દર વષૅ રીન્યુ કરાવી શકાય છે.

આ યોજનાનો ઉદેશ એ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે. જેમાં વીમા ધારકના કોઈપણ

કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર/ પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે. આ માટે દરેક ઉપભોકતાએ રૂ.૩૩૦/- જેટલું પ્રિમીયમ ભરવાનું રહેશે.

યોગ્યતા :

બેંકમાં ખાતુ ધરાવતી હોય તેવી ૧૮ થી ૫૦ વષૅની વ્યકિત લાભ લઈ શકે છે. ૫૫ વષૅ પૂણૅ કયૉ પહેલા યોજનામાં જોડાયેલ લોકોને વાષિક પ્રિમીયમ ભરવાના કારણે ૫૫ વષૅની ઉંમર સુધી વીમા રક્ષણ મળશે.

ફાયદા :

સભ્યનું કોઈ પણ કારણસર મૃત્યુ થાય તો રૂ. ૨ લાખ ચૂકવવા પાત્ર રકમ થશે.

કાયૅપધ્ધતિ :

ઉકત યોજના નીચે રક્ષણ એક વષૅના સમયગાળા માટે ૧લી જુન થી ૩૧મી મે માટે ગ્રાહકોએ નોધણી તેમજ એમના બચત ખાતામાંથી આપોઆપ કપાત માટે સંમતિ દર વષૅ ૩૧મી મે સુધીમાં જરૂરી ફૉમમાં આપવાની રહેશે, જે પહેલા વષૅને લાગુ પડશે નહિ. નિયત સમય પછી નોધણી જરૂરી વાષિક પ્રિમીયમ તેમજ સારા આરોગ્ય અંગેનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર આપી યોજના નીચે રક્ષણ મેળવવું શક્ય રહેશે.

અમલીકરણ સંસ્થાઓ :

જાહેર ક્ષેત્રની LIC અને અન્ય વીમા કંપનીઓ દ્રારા બેંક મારફતે યોજના અમલમાં મૂકાશે.

હેતુઓ :

અટલ પેન્શન યોજનાએ ભારતના નાગરિકો માટે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરતી યોજના છે.

યોગ્યતા/ પાત્રતા :

ભારતનો કોઈ પણ નાગરિક અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકે છે, જેની યોગ્યતા માટેના માપંદડ નીચે મુજબ છે:

અરજદારની ઉંમર ૧૮ થી ૪૦ વષૅની વચ્ચે હોવી જોઈએ

તેમનું બેંકમાં બચત ખાતું હોવુ જોઈએ/ ખોલાવવું જોઈએ

નોધ : સંભવિત અરજદાર રજીસ્ટેશન સમયે બેંકને આધાર અને મોબાઈલ નંબર આપી શકે છે. જેનાથી અરજદારને અટલ પેન્શન યોજના ખાતાની નિયતકાલિક માહિતી મેળવી શકે છે. જો કે આધાર નોધણી માટે ફરજિયાત નથી.

ફાયદાઓ :

પેન્શન લોકોને તેમના નિવૃતિકાળમાં માસિક આવક પૂરી પાડે છે. પેન્શનની જરૂરિયાત:

ઉંમર વધવાની સાથે આવક ક્માવવાની ક્ષમતામાં ધટાડો

નવા વિભકત પરિવાર બનતા- આવક ધરાવતા સભ્યોનું સ્થળાંતર

૬૦ વષૅની વય બાદ રૂ. ૧૦૦૦ થી ૫૦૦૦ સુધી માસિક પેન્શન મેળવી શકાય છે. આ માટે લાભાથીએ રૂ.૪૨/- થી ૧૪૫૪/- સુધી ઉંમર આધારિત છ માસિક, ત્રિમાસિક કે માસિક ફાળો ભરવાનો રહે છે

કાયૅપધ્ધતિ :

જે બેંકમાં બચત ખાતું ધરાવતા હોય તે બેંક શાખાનો સંપૅક કરવો અથવા જો અરજદારનું ખાતું ન હોય તો બચત ખાતું ખોલાવવું

બેંક ખાતા નંબર આપી બેંકના કમૅચારીની મદદથી અટલ પેન્શન યોજનાનું નોધણી ફૉમૅ ભરવું

આધાર અથવા મોબાઈલ નંબર આપવો ફરજિયાત નથી, પરતું ફાળા સંબંધિત સંદેશા વ્યવહાર સુગમ બનાવવા તે જરૂરી છે

માસિક/ ત્રિમાસિક/છ માસિક ફાળાના ટ્રાન્સફર માટે બેંક બચત ખાતામાં જરૂરી રકમ જમા હોય તેની ખાતરી રાખવી

અમલીકરણ સંસ્થાઓ :

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી કરશે.

અટલ પેન્શન યોજના- યોગદાન ચાટૅ
દાખલ ઉંમર યોગદાન ના વષૉ માસિક પેન્શન ૧૦૦૦/- માસિક પેન્શન ૨૦૦૦/- માસિક પેન્શન ૩૦૦૦/- માસિક પેન્શન ૪૦૦૦/- માસિક પેન્શન ૫૦૦૦/-
૧૮ ૪૨ ૪૨ ૮૪ ૧૨૬ ૧૬૮ ૨૧૦
૧૯ ૪૧ ૪૬ ૯૨ ૧૩૮ ૧૮૩ ૨૨૮
૨૦ ૪૦ ૫૦ ૧૦૦ ૧૫૦ ૧૯૮ ૨૪૮
૨૧ ૩૯ ૫૪ ૧૦૮ ૧૬૨ ૨૧૫ ૨૬૯
૨૨ ૩૮ ૫૯ ૧૧૭ ૧૭૭ ૨૩૪ ૨૯૨
૨૩ ૩૭ ૬૪ ૧૨૭ ૧૯૨ ૨૫૪ ૩૧૮
૨૪ ૩૬ ૭૦ ૧૩૯ ૨૦૮ ૨૭૭ ૩૪૬
૨૫ ૩૫ ૭૬ ૧૫૧ ૨૨૬ ૩૦૧ ૩૭૬
૨૬ ૩૪ ૮૨ ૧૬૪ ૨૪૬ ૩૨૭ ૪૦૯
૨૭ ૩૩ ૯૦ ૧૭૮ ૨૬૮ ૩૫૬ ૪૪૬
૨૮ ૩૨ ૯૭ ૧૯૪ ૨૯૨ ૩૮૮ ૪૮૫
૨૯ ૩૧ ૧૦૬ ૨૧૨ ૩૧૮ ૪૨૩ ૫૨૯
૩૦ ૩૦ ૧૧૬ ૨૩૧ ૩૪૭ ૪૬૨ ૫૭૭
૩૧ ૨૯ ૧૨૬ ૨૫૨ ૩૭૯ ૫૦૪ ૬૩૦
૩૨ ૨૮ ૧૩૮ ૨૭૬ ૪૧૪ ૫૫૧ ૬૮૯
૩૩ ૨૭ ૧૫૧ ૩૦૨ ૪૫૩ ૬૦૨ ૭૫૨
૩૪ ૨૬ ૧૬૫ ૩૩૦ ૪૯૫ ૬૫૯ ૮૨૪
૩૫ ૨૫ ૧૮૧ ૩૬૨ ૫૩૪ ૭૨૨ ૯૦૨
૩૬ ૨૪ ૧૯૮ ૩૯૬ ૫૯૪ ૭૯૨ ૯૯૦
૩૭ ૨૩ ૨૧૮ ૪૩૬ ૬૫૪ ૮૭૦ ૧૦૮૭
૩૮ ૨૨ ૨૪૦ ૪૮૦ ૭૨૦ ૯૫૭ ૧૧૯૬
૩૯ ૨૧ ૨૬૪ ૫૨૮ ૭૯૨ ૧૦૫૪ ૧૩૧૮
૪૦ ૨૦ ૨૯૧ ૫૮૨ ૮૭૩ ૧૧૬૪ ૧૪૫૪ 
૬૦ વષૅની પાકતી ઉંમરે   ૧.૭ લાખ ૩.૦૪ લાખ ૫.૧ લાખ ૬.૮ લાખ ૮.૫ લાખ
હેતુ :

પોસ્ટ વિભાગ દ્રારા બેટી બચાવો, બેટી પઢાવો અંતૅગત મહત્વાકાંક્ષી યોજનાનું સુદઢ અમલીકરણ.

યોગ્યતા :

સ્ત્રી સંતાનના માતા કે પિતા અથવા કાનૂની વાલી ખાતુ ખોલાવી શકે. બાળકીનો જન્મ થાય ત્યારથી દસ વષૅની ઉંમર સુધી(વધુમાં વધુ બે બાળકીના) લધુતમ રૂ. ૧૦૦૦ ની રકમ સાથે ખાતુ ખોલાવી શકાય છે.

ફાયદાઓ :

આ યોજના અંતૅગત બાળકીના લીગલ/ નેચરલ ગાડિયન રૂ. ૧૦૦૦ થી રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની રકમ વષૅ દરમિયાન જમા કરાવી શકે છે. હપ્તાની સંખ્યા મયૉદિત નથી.

અન્ય કોઈપણ બચત યોજના કરતાં સુકન્યા સમૃધ્ધિ યોજનાનો વ્યાજ દર અધિક મળે છે

એક બાળકી માટે માત્ર એક જ ખાતું ખુલી શકે છે

કલમ-૮૦ સી અંતૅગત ઈન્કમટેક્ષમાંથી કર રાહતનો લાભ મેળવી શકાય છે

બાળકીની ઉંમર ૧૮ વષૅની થાય ત્યારે ૫૦ ટકા સુધીની આંશિક ઉપાડની સુવિધા અને ૨૧ વષૅની ઉંમર બાદ ખાતું બંધ કરી શકાય છે

કાયૅપધ્ધતિ :

આ યોજનાનો લાભ લેવા નજીકની પોસ્ટ ઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંક શાખાનો સંપૅક કરવો

કન્યાના જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે

અમલીકરણ સંસ્થાઓ :

આ યોજનાનો લાભ લેવા નજીકની પોસ્ટ ઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંક શાખાનો સંપૅક કરવો.

હેતુ :

બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્રારા સુક્ષ્મ એકમોને આવક મેળવવા અને બિન કૃષિ પ્રવૃતિઓ માટે રૂ. ૧૦ લાખ સુધીની લોન માટેની જોગવાઈ. આ યોજનાનો માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્રારા ૮મી એપ્રિલ ૨૦૧૫નાં રોજ શુભાંરભ કરાયો છે.

તા.૦૮/૦૪/૨૦૧૫નાં રોજ માનનીય વડાપ્રધાન દ્રારા ઉત્પાદન, સેવા, નાના વ્યવસાય અને વેપાર હેઠળ આવનાર નાની બિઝનેસ પ્રવૃતિઓને લોન પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનું ઉદધાટન કરવામાં આવેલ છે. આ યોજના અંતૅગત લોન નીચે મુજબ ત્રણ વગૅમાં ઉપલબ્ધ છે.

શિશુ લોન- રૂ. ૫૦,૦૦૦/- સુધીની લોન

કિશોર લોન- રૂ. ૫૦,૦૦૦/- થી રૂ. ૫ લાખ સુધીની લોન

તરૂણ લોન- રૂ. ૫ લાખ થી રૂ. ૧૦ લાખ સુધીની લોન

યોગ્યતા :

કોઈ પણ ભારતીય નાગરિક

લાભો :

જામીન સિવાય લોનની સુવિધા ઉપલબ્ધ છે

મહિલાઓ દ્રારા આયોજિત યોજનાઓને ૦.૨૫ ટકા ઓછું વ્યાજ ચૂકવવું પડશે.

ઉત્પાદન, વ્યવસાય અને સેવાકીય પ્રવૃતિઓ માટે લોનની સુવિધાઓ :

વાહન વ્યવહાર પ્રવૃતિ માટે લોન : ઓટો રીક્ષા, નાના માલવાહક વાહનો, થ્રી વ્હીલસૅ, પેસેન્જર કાર, ટેક્ષી વગેરે ખરીદવા માટે લોન

સામૂહિક, સામાજિક અને વ્યકતિગત સેવા પ્રવૃતિ માટે લોન : જેવી કે સલૂન, બ્યુટી પાલૅસૅ, જીમ, બ્યુટીકસ, દરજીની દુકાન, ડ્રાય કિલનિગ, સાયકલ અને મોટરસાયકલ રિપેરીગ દુકાન, ઝેરોક્ષ માટેની દુકાન, દવાની દુકાન, કુરિયર એજન્ટસ સેવાઓ વગેરે માટે લોન.

ફૂડ પ્રોડકસ પ્રવૃતિ માટે લોન : ગૃહ ઉધોગ જેવા કે પાપડ, અથાણાં, જામ કે જેલી બનાવવા, ગ્રામ્ય કક્ષાએ કૃષિ ઉત્પાદનોનું સંરક્ષણ, મિઠાઈની દુકાનો, નાના ફૂડ સ્ટોલ્સ અને કેન્ટીન સેવાઓ, આઈસ અને આઈસ્ક્રીમ બનાવવાના એકમો, બિસ્કીટ, બ્રેડ બનાવવાના એકમો વગેરે.

અમલીકરણ સંસ્થાઓ :

કોઈ પણ બેંકની શાખા

હેતુ :

આમ આદમી બીમા યોજના ગ્રામીણ જમીન વિહોણા ધર માટે દરેક એક સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજનાની શરૂઆત રજી ઓકટોબર, ૨૦૦૭ ના રોજ કરવામાં આવી

યોગ્યતા :

૧૮ થી ૫૯ન વષૅ વચ્ચેની વય ધરાવતી વ્યકિત

ફાયદાઓ :

આ યોજના હેઠળ કુંટુંબની મુખ્ય વ્યકિત અથવા એક કમાતા સભ્યને આવરી લેવામાં આવશે

પ્રતિ વ્યકિત દીઠ વાષિક પ્રીમિયમ રૂ. ૨૦૦/- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્રારા એકસરખા ભાગે વહેચવામાં આવશે. જેથી વીમા રક્ષિત વ્યકતિએ કોઈ પ્રિમીયમ ભરવાનું રહેશે નહિ

કુદરતી મૃત્યુ પર રૂ. ૩૦,૦૦૦/-

અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં અથવા અકસ્માતના કારણે અપંગતાના કિસ્સામાં રૂ. ૭૫,૦૦૦/-

અકસ્માતના કારણે આંશિક અપંગતાના માટે( એક આંખ અથવા એક પગ ગુમાવ્યેથી) રૂ. ૩૭,૫૦૦/-

અમલીકરાણ સંસ્થાઓ :

આ ફંડ લાઈફ ઈન્સ્યોરન્સ કોપોરેશન (LIC) દ્રારા જાળવવામાં આવે છે

હેતુ :

આક્સ્મિક મૃત્યુ અને સંપૂણૅ વિકાલાંગતાના કિસ્સ્માં રૂ. ૨ લાખનું વીમા રક્ષણ તથા આ યોજનાનો ઉદેશ એ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે. જેમાં વીમા ધારકના કોઈપણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર/ પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે.

યોગ્યતા :

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાઈ શકવાની યોગ્યતા.

ફાયદાઓ :

આ યોજના અંતૅગત ૦૩ યોજનાનું જોડાણ કરવામાં આવેલ છે.

સુરક્ષા ડિપોઝીટ યોજના :

આ યોજના અંતૅગત કોઈપણ વ્યકિતના PMSBY અને PMJJBY યોજનાના સતત કવરેજ માટે ફકત એક વખત ભેટની વ્યવસ્થા. જે માટે રૂ. ૨૦૧/- ની રકમ રોકડમાં અથવા ચેક મારફત ચૂકવવાની વ્યવસ્થા.

જીવન સુરક્ષા ડિપોઝીટ યોજના :

આ યોજના કોઈપણ વ્યકિતના PMSBY અને PMJJBY યોજનાના સતત કવરેજ માટે ફકત એક વખત ભેટની વ્યવસ્થા. જે માટે રૂ. ૫૦૦૧ ની રકમ રોકડમાં અથવા ચેક મારફત જમા કરાવવાની વ્યવસ્થા.

જીવન સુરક્ષા ગીફટ ચેક :

આ યોજના કોઈપણ વ્યકિતના પ્રધાનમંત્રી સુરક્ષા બંધન યોજના સતત કવરેજ માટે ફકત એક વખત ભેટની વ્યવસ્થા. આ માટે જે વ્યકિત વીમા પ્રિમીયમ ગિફટ આપવા ઈરછ્તું હોય તે જ તે વ્યકિતના નામનો રૂ ૩૫૧/- નો ડિમાન્ડ ડ્રાફટ અથવા ગિફટ ચેક ખરીદી શકશે.

અમલીકરણ સંસ્થાઓ :

આ યોજનાનો લાભ લેવા નજીકની કોઈપણ બેંકની શાખાનો સંપૅક કરવો.

યોજનાનો ઉદેશ

અણધાયૉ સંજોગો/ ધટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આથિક નુકસાન થયું હોય તેમને આથિક ટેકો આપવો

ખેડૂતોની આવક સ્થિર રાખવી જેથી તેઓ ખેતી વ્યવસાય ક્ષેત્રે ટકી રહે

ખેડૂતોને ખેતી માટે આધુનિક અને નવીન ટેકનિક અપનાવવા પ્રોત્સાહન આપવું

કૃષિ ક્ષેત્રમાં ધિરાણ/ નાણાંનો પ્રવાહ જાળવી રાખવો

પાત્રતાના ધોરણો

બધા ખેડૂતો જેમાં ભાગિયા/ ભાગીદાર અને ગણેત ખેડૂતો જેઓ નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક પકવતા હોય, તેઓ આ યોજના હેઠળ આવરી લેવાને પાત્ર છે

બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી માટે નાણાંકીય સંસ્થાઓ પાસેથી નોટીફાઈડ પાક માટે ધિરાણ મેળવતા (એટલે કે ધિરાણી ખેડૂતો) ખેડૂતોને ફરજિયાતપણે આવરી લેવાના રહેશે

યોજનાના ફાયદા / સહાય

આ યોજના હેઠળ ખેડૂતો દ્રારા ખરીફ પાક માટે બે ટકા, રવિપાક માટે ૧.૫ ટકા તેમજ વાષિક વાણિજિયક અને વાષિક બાગાયતી પાકો માટે પાંચ ટકા સુધીનું પ્રિમીયમ ભરવાનું થાય છે

આ યોજના હેઠળ પાકના નીચે જણાવેલ તબક્કઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં આવેલ છે

વાવેતર ન થવું / રોપણી ન થવી (Prevented sowing) : ઓછા વરસાદના કારણે અથવા વિપરીત મોસમની સ્થિતિના કારણે, વીમા હેઠળના વિસ્તારમાં વાવણી અને વાવેતરને રોકાવું પડે તેવા સંજોગોમાં

ઉભો પાક (વાવણીથી લણણી સુધી) : અટકાવી ન શકાય તેવા જોખમો એટલે કે દુકાળ, વરસાદ ન પડવો, પૂર, વધારે વરસાદ/ જળબંબાકાર, જીવાત અને રોગો, જમીન ખસવી, કુદરતી આગ, વીજળી પડવી, વાવાઝોડું, બરફના તોફાન, ચકવાત અને ચક્ર્વાતના કારણે થતો વરસાદ તેમજ કમોસમી વરસાદ / માવઠાંના જોખમોના કારણે થતું નુકસાન વ્યાપક રીતે આવરી લેવામાં આવે છે

કાપણી પછીના નુકસાન : કાપણી બાદના બે સપ્તાહ સુધીના સમયને આ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે

સ્થાનિક આપતિઓ : નોટીફાઈડ વિસ્તારમાં કરા પડવા, જમીન ખસવી અને જળ બંબાકારના કારણે સ્થાનિક વિસ્તારમાં પાકને નુકસાન

ઓન એકાઉંન્ટ પેમેન્ટની જોગવાઈ : મુખ્ય પાકો માટે મધ્યવતી પ્રતિકુળ પરિસ્થિતિને કારણે થયેલ નુકસાન માટે ખેડૂતોને ઓન એકાઉન્ટ પેમેન્ટની જોગવાઈ

પ્રક્રિયા

રાજય કક્ષાએ સચિવશ્રી, કૃષિના અધ્યક્ષપણા હેઠળ વીમા યોજનાની સંકલન સમિતિની રચના કરવામાં આવેલ છે. સદર સમિતિ કેન્દ્ર સરકારશ્રીની માગૅદશૅક સૂચના મુજબ જે તે ઋતુની શરૂઆતમાં ટેંન્ડર/ બીડ કરી અમલકતૉ સંસ્થાઓ નક્કી કરવાનું રહેશે તેમજ યોજના હેઠળ આવરી લેવનાર પાક, ડીફાઈન્ડ વિસ્તાર, પ્રિમીયમના દર, પ્રિમીયમમાં સબસીડી, વીમાપાત્ર રકમ વગેરે બાબતો નક્કી કરે છે અને તે મુજબ જે તે ઋતુનો ઠરાવ બહાર પાડશે. જેના આધારે જે તે નોટીફાઈડ પાકો માટે ખેડૂતો દ્રારા દરખાસ્ત પત્રક ઓનલાઈન રજૂ કરવાનું રહેશે અને તેના આધારે યોજનાની અમલકતૉ સંસ્થા બેંકો મારફતે પ્રિમીયમ સ્વીકારશે, દાવાઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજૂર કરશે અને નોડલ બેંકો મારફતે ખેડૂતોના ખાતામાં પાક વીમાના દાવાની રકમ જમા કરાવશે.

અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા :

ભારતીય કૃષિ વીમા કંપની (AIC) અને ભારત સરકારશ્રી દ્રારા એમ્પેનલ્ડ થયેલ અન્ય વીમા કંપનીઓ પાસેથી ટેન્ડર/ બીડ મંગાવી પ્રિમીયમના દર તથા વીમા કંપનીઓ નકકી કરવાની રહેશે અને તે સંસ્થા યોજનાની અમલીકરણ સંસ્થા તરીકે કાયૅવાહી કરશે

અન્ય શરતો

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ની ઓપરેશનલ ગાઈડ લાઈનમાં જણાવેલ જોગવાઈઓને ધ્યાને લઈ કાયૅવાહી કરવાની રહેશે

યોજનાનો ઉદેશ :

‘જલ સંચય’ અને ‘જલ સિંચન’ દ્રારા વરસાદી પાણી ઉપયોગ કરીને જળ સંરક્ષણ અને ભૂગૅભ જળ રિચાજૅ સંવૅધન તથા વોટરશેડ વિકાસ જેવા કામો દ્રારા જળ સંપતિનો મહતમ ઉપયોગ કરવો

વરસાદ પર નોધપાત્ર નિભૅરતાને કારણે બીન પિયત વિસ્તારમાં ખેતી અતિ જોખમકારક અને ઓછી ઉત્પાદકતાનો વ્યવસાય બની રહેલ છે. આ સંજોગોમાં અનુભવ સાથે રક્ષણાત્મક સિંચાઈ ટેકનોલોજી અને ઉત્પાદકતા વૃધ્ધિ તરફ દોરી જતાં ઈનપુટસ દ્રારા સૂક્ષ્મ સિંચાઈને લોકપ્રિય કરી વધુ ઉત્પાદકતા અને વધુ આવક દ્રારા ગ્રામીણ વિકાસ હાંસલ કરવો.

પાત્રતાના ધોરણો

રાજય દ્રારા તમામ જિલ્લાઓના ડીસ્ટ્રીક ઈરીગેશન પ્લાન તૈયાર કરવાના રહે છે અને તે મુજબ રાજયનો સ્ટેટ ઈરીગ્રેશન પ્લાન તૈયાર કયૅથી આ યોજના માટે યોગ્યતા/ લાયકાત સિધ્ધ થાય છે.

યોજનાના ફાયદા/ સહાય

યોજના અંતૅગત ‘પર ડ્રોપ મોર ક્રોપ’ માટે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિથી કુલ પિયત વિસ્તારમાં વધારો થાય છે

પિયત જરૂરિયાત અને ઉપયોગિતા વચ્ચે કડી રૂપ બને છે

પાણી વિતરણ વ્યવસ્થા મજબૂત બને છે

પાણી વપરાશની કાયૅક્ષમતા વધે છે

પાક ઉત્પાદકતા વધે છે અને ખેતી ખચૅ ધટે છે

રોગ અને જીવાતથી થતું નુકસાન ધટે છે

પ્રકિયા

આ યોજના હેઠળ ‘પર ડ્રોપ મોર ક્રોપ’ ધટક માટે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિ અંતૅગતનો લાભ મેળવવા માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની, વડોદરા ને ખેતીને લગતા સાધનિક કાગળો સહિત અરજી કરવાની રહે છે.

અમલીકરણ કરતી કચેરી / એજન્સી/ સંસ્થા

આ યોજના હેઠળ નીચે મુજબના ધટકો છે.

અનુ. ધટકનું નામ અમલીકરણ કરનાર વિભાગ
૧. Accelerated Irrigation Benefit Programme (AIBP) નમૅદા, વોટર રીસોસીગ અને કલ્પસર વિભાગ
૨. Har Khet Ko Pani  
3. Per Drop More Crop કૃષિ અને સહકાર વિભાગ, સચિવાલય ગાંધીનગર
Watershed Development રૂરલ ડેવલપમેનન્ટ CEO- GSWMA
૫. MNREGA (Water Conservation) રૂરલ ડેવલપમેનન્ટ, એડીશનલ કમિશનર, મનરેગા

આ યોજના અંતૅગત ‘પર ડ્રોપ મોર ક્રોપ’ માટે કૃષિ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર હસ્તક કામગીરી છે અને પર ડ્રોપ મોર ક્રોપ’ ધટક માટેની અમલીકરણ એજન્સી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ., વડોદરા છે.

અન્ય શરતો

રાજય દ્રારા તમામ જિલ્લાઓના ડીસ્ટ્રીક ઈરીગેશન પ્લાન (DIP) તૈયાર કરી તેને સ્ટેટ લેવલ સેન્કશનીગ કમિટિમાં મંજૂર કરવાનો રહે છે

યોજનાનો ઉદેશ

સ્ત્રી ભૃણ હત્યા અટકાવવાના હેતુસર ગભૅના જાતિ પરીક્ષણ ઉપર પ્રતિબંધ મુકતો, ધી પીસી એન્ડ પીએનડીટી એકટ, ૧૯૯૪ રાષ્ટ્રીય કક્ષાએ અમલમાં મૂકવામાં આવેલ છે. જન્મ સમયે બાળકોના જાતિ પ્રમાણદરમાં સમાનતા લાવવા ગુજરાતમાં “બેટી વધાવો” અભિયાન અંતૅગત કાયદાનું સધન અમલીકરણ કરવામાં આવેલ છે તથા જનજાગૃતિના વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર- પ્રસાર કરવામાં આવી રહ્યો છે. હાલ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ‘ બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અમલમાં મૂકેલ છે. જેમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત, મહેસાણા, રાજકોટ, અમરેલી આંણદ, પાટણ અને ભાવનગર એમ કુલ ૯ જિલ્લાઓ આવરી લેવામાં આવેલ છે.

અમલીકરણ કરતી કચેરી/ એજન્સી/સંસ્થા

પીસી એન્ડ પીએનડીટી એકટ-૧૯૯૪ની જોગવાઈ અનુસાર કાયદાનું અમલીકરણ કરવા સારુ રાજય સરકાર દ્રારા એપ્રોપ્રિએટ ઓથોરીટી, કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, પ્રાંત ઓફિસરશ્રી, કોપોરેશન એરીયાની નિમૂણક કરી સદર કાયદાનું અમલીકરણ તથા સંલગ્ન કાયૅવાહી કરવામાં આવી રહેલ છે.

ઉદેશો :

રાજયમાં ગુણવતાયુકત પ્રાથમિક શિક્ષણના સાવૅત્રિકરણ અને સ્થાયીકરણ અભિવૃધ્ધિના ધ્યેયોને હાંસલ કરવા ૬ થી ૧૪ વષૅના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ અન્વયે રાઈટ ટુ એજયુકેશન એકટ- નો એપ્રિલ્૨૦૦૯-૨૦૧૦થી અમલ

પાત્રતા :

૬ થી ૧૪ વષૅના તમામ બાળકો

યોજ્નાના ફાયદા :

૬ થી ૧૪ વષૅની વયજૂથના તમામ બાળકો સામાજિક, આથિક કે લિંગભેદ વિના ગુણવતાયુકત પ્રાથમિક શિક્ષણ પૂણૅ કરે તે માટે

શાળાની માળખાકીય સુવિધાઓનો વિકાસ

તાલીમ દ્રારા શિક્ષક સજ્જતા

કન્યાઓ માટે નિવાસી સુવિધા સાથેના કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો (CWSN-Children With Special Needs) ને સાધનસહાય

શાળા બહારના બાળકોને ખાસ તાલીમ દ્રારા શાળામાં પુન: સ્થાપન

અમલીકરણ એજન્સી :

રાજય કક્ષાએ ગુજરાત રાજય પ્રાંરભિક શિક્ષણ પરિષદ – સ્ટેટ પ્રોજેકટ કચેરી

જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેકટ કચેરી

તાલુકા કક્ષાએ બ્લોક રીસોસૅ સેન્ટર

કલસ્ટર કક્ષાએ કલસ્ટર રીસોસૅ સેન્ટર

શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ

પ્રકિયા :

૬ થી ૧૪ વયજૂથના તમામ બાળકોને સાવૅત્રિક શિક્ષણ આપવાના ધ્યેયને પરિપૂણૅ કરવા માટે

રાઈટ ટુ એજયુકેશન એકટની૨૦૦૯- જોગવાઈ મુજબ શાળાની ઉપલબ્ધતા

સ્પેશિયલ ટ્રેનીગ (STP) વયજૂથના શાળા બહારના બાળકો માટે ૧૪થી ૬ : વયકક્ષા મુજબ નજીકની શાળામાં નામાંકન અને સ્પેશિયલ ટ્રેનીગ આપી બાળકોને તેમની વયને અનુરૂપ ધોરણમાં સામાન્ય શાળામાં મેઈન્સ્ટ્રીમ કરવા

અંતરિયાળ અને શહેરી વંચિત વિસ્તારના બાળકોને ટ્રાન્સપોટેશનની સુવિધા

૬ થી ૧૪ વયજૂથના તમામ બાળકોને સમાન શિક્ષણ આપવાના ધ્યેયને પરિપૂણૅ કરવા માટે

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો (CWSN- Children With Special Needs) માટે પ્રાંરભિક શિક્ષણ, સાધન સહાય, વાલીને માગૅદશૅન અને જન જાગૃતિ

કન્યા શિક્ષણને પ્રોત્સાહન માટે જનજાગૃતિ કાયૅક્રમો અને કે.જી.બી.વી.

૬ થી ૧૪ વયજૂથના તમામ બાળકોને ગુણવતાયુકત શિક્ષણ આપવાના ધ્યેયને પરિપૂણૅ કરવા માટે

પ્રજ્ઞા અભિગમ એટલે “પ્રવૃતિ દ્રારા જ્ઞાન” ભાર વિનાનું ભણતર પધ્ધતિ દ્રારા શિક્ષણ

કોમ્યુટર એઈલેટ લનિગ એટલે કોમ્યુટર દ્રારા વિષય શિક્ષણનો અભિગમ

જરૂરિયાત આધારિત સેવાકાલીન શિક્ષક તાલીમ

યોજનાનો ઉદેશ

ગરીબી રેખા હેઠળ જીવતા કુંટુંબો અને માધ્યમ વગીય પરિવારો પોતાની પસંદગીવાળી ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પિટલમાંથી સારી ગુણવતાયુકત સારવાર તદન મફત મેળવી શકે

પાત્રતાના ધોરણો

લાભાથી કુંટુંબોને ગ્રામ્ય ગૃહ નિમૉણ અને શહેરી વિકાસ વિભાગની બીપીએલ યાદીમાં સમાવેશ જરૂરી

રૂ. ૧.૨૦ લાખ કે તેથી પારિવારીક વાષિક આવકનો દાખલો

યોજનાના ફાયદા/ સહાય

યોજના હેઠળ ગંભીર બીમારીઓ જેવી કે હદય, કીડની, કેન્સર, નવજાત શિશુઓના ગંભીર રોગ, ગંભીર ઈજાઓ, બન્સૅ અને મગજના રોગો જેવી બીમારીઓની કુલ ૫૪૪ જેટલી પ્રોસીજર માટે કુંટુંબના દરેક સભ્યના ફોટો, બાયોમેટ્રિક અંગુઠાના નિશાનનો સમાવેશ હોય તેવું ક્યુ.આર. (કવીક રિસ્પોન્સ) મા/ મા વાત્સલય કાડૅ આપવામાં આવે છે.

પ્રકિયા

મા/મા વાત્સલ્ય યોજનાનું કાડૅ તાલુકા કક્ષાએ સ્થાપિત ૨૫૧ કિઓસ્ક તેમજ સીટી કક્ષાએ સ્થાપિત ૬૭ કિઓસ્ક પરથી મેળવી શકે છે

લાભાથી કુંટુંબના ફોટા અને અંગુઠાના નિશાન લઈ તાલુકા વેરફાયિગ ઓથોરીટ દ્રારા ચકાસણી કરી કાડૅ આપવામાં આવે છે

અમલીકરણ કરતી કચેરી/ એજન્સી/ સંસ્થા

રાજય કક્ષાએ સ્ટેટ નોડલ સેલની રચના કરવામાં આવેલ છે

કલેઈમ પ્રોસેસ, હોસ્પિટલ એમપેનલમેન્ટ, આઈ .ઈ.સી પ્રવૃતિઓ માટે Implementation Support Agency તરીકે એમ.ડી ઈન્ડીયા હેલ્થકેર નેટવકૅ પ્રા.લિ ને નિયુકત કરેલ છે

અન્ય શરતો

યોજના હેઠળ મા/મા વાત્સલ્ય કાડૅ કઢાવવું જરૂરી છે

યોજના અંતૅગત ગંભીર બીમારીઓની નિયત કરેલ ૫૪૪ પ્રોસિજરની સારવાર સંલગ્ન હોસ્પિટલોમાંથી જ મળવાપાત્ર થાય છે

યોજનાનો ઉદેશ :

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુંટુંબોને, કુંટુંબદીઠ વષૅ દરમિયાન વધુમાં વધુ ૧૦૦ દિવસ રોજગારીની બાંહેધરી આપવાનો આ યોજનાનો ઉદેશ છે.

પાત્રતાના ધોરણો :

યોજના હેઠળ તમામ ગ્રામીણ કુંટુંબોના પુખ્ત વયના સદસ્યો કે જેઓ સવેતન રોજગારી મેળવવા શારિરીક શ્રમ તથા બિનકુશળ કામ કરવા ઈરછુક હોય,તેવા કુંટુંબો આ યોજનાનો લાભ લઈ શકે છે.

યોજનાના ફાયદા/ સહાય :

જોબ કાડૅ ધારક ગામીણ કુંટુંબને વધુમાં વધુ ૧૦૦ દિવસ રોજગારી આપવાની સાથે ગ્રામ્ય વિસ્તારમાં લોકોપયોગી વ્યક્તિગત અને સામૂહિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પ્રકિયા :

રોજગારી વારછુક કુંટુંબોએ સંબંધિત ગ્રામ/ તાલુકા પંચાયત સમક્ષ સળગં ૧૪ દિવસની રોજગારી લેખિત/ મૈખિક સ્વરૂપે માંગણી કરવાની રહે છે. આવી માંગણી થયેથી જોબકાડૅધારક કુંટુંબને ગ્રામ પંચાયત દ્રારા દિન-૧૫માં કામ શરૂ કરી રોજગારી પૂરી પાડવાની રહેશે. પ્રોગામ ઓફિસર તે માટે અઠવાડિક ઈ-માસ્ટર ઈસ્યુ કરશે. ગ્રામ પંચાયત દ્રારા કામ શરૂ કરાવી, મસ્ટર નિભાવણી કરી પ્રોગામ ઓફિસરને ચૂકવણા માટે મોકલી આપશે. પ્રોગામ ઓફિસરની કચેરી દ્રારા કરેલ કામોના માપો લઈ શ્રમિકે કરેલ કામના પ્રમાણમાં મળવાપાત્ર વેતન ૧૫ દિવસમાં જે તે કુંટુંબના બેંક/ પોસ્ટના ખાતામાં જમા કરાવશે. શ્રમિકોની આધાર કાડૅની વિગતો પણ સ્વેરછાએ જોડી શકાશે.

અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા :

યોજનાના કામોનું અમલીકરણ ગ્રામ પંચાયત / તાલુકા પંચાયત / જિલ્લા પંચાયત, સરકારશ્રીના સંબંધિત વિભાગો, કેન્દ્ર/ રાજય સરકારના જાહેર સાહસો, પ્રખ્યાત બિન સરકારી સંસ્થા તથા સ્વ- સહાય જૂથો કરશે. જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોગામ કો-ઓડીનરી તરીકે જિલ્લા વિકાસ અધિકારી છે.

અન્ય શરતો :

કામના સ્થળે છાંયડો, તાત્કાલિક સારવારની દવાઓ,પીવાનું પાણી અને ૬ વષૅથી નીચેના પાંચથી વધુ બાળકો હોય તો ધોડિયાધરની સવલતો આપવાની રહેશે. કામ પર અકસ્માતના કિસ્સામાં મળવાપાત્ર રાહત, સામાજિક ઓડિટ અને ફરિયાદ નિવારણ, ઈ-એફ.એમ.એસ પધ્ધતિથી શ્રમિકોના વેતન ચૂકવણા સીધે સીધા શ્રમિકના ખાતામાં જમા કરવા, કામની માંગણી અનુસાર ૧૫ દિવસની સમયમયૉદા રોજગારી પૂરી પાડી ન શકાય તો તે કુંટુંબને બેરોજગારી ભથ્થું, વગેરે શરતોનું પાલન કરવાનું રહેશે.

યોજનાનો ઉદેશ

રાજયના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિધાથીઓને ઉચ્ચ શિક્ષણ માટે ગુણવતા અને આવક (Merit cum Means )ના ધોરણે આથિક સહાય આપવી

પાત્રતાના ધોરણો

રૂ. ૬,૦૦,૦૦૦/- સુધીની વાષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો

સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઈલ મેળવનાર વિધાથીઓ

ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઈલ મેળવનાર વિધાથીઓ

યોજનાના ફાયદા/ સહાય
ટયુશન ફી સહાય

સ્નાતક કક્ષાના મેડીકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વ- નિભૅર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાષિક ટ્યુશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૨,૦૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય

સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોસીગ માટે નિયત થયેલ વાષિક ટ્યુશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૫૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય

સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોસીગ માટે નિયત થયેલ વાષિક ટ્યુશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૧૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય

સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ- નિભૅર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાષિક ટ્યુશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૨૫,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય

સરકારી મેડીકલ, ડેન્ટલ, ઈજનેરી કોલેજમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિધાથીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીના જે સંખ્યામાં વિધાથીઓને સ્થળાંતર કરવુ પડે અને છેલ્લે જો કોઈ પણ સરકારી કોલેજમાં તેઓને પ્રવેશ ન મળે તો આવા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિધાથીઓને પ્રવેશ મેળવેલ સ્વ- નિભૅર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યુશન ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર છે

સાધન- પુસ્તક સહાય

મેડીકલ / ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિધાથીઓને પ્રથમ વષૅ સાધન-પુસ્તક સહાય પેટે રૂ. ૧૦,૦૦૦, ઈજનેરી/ ટેકનોલોજી/ ફામૅસી/ આકીટેકચરના સ્નાતાક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિધાથીઓને પ્રથમ વષૅ સાધન- પુસ્તક સહાય પેટે રૂ. ૫,૦૦૦ તથા ડીપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિધાથીઓને પ્રથમ વષૅ સાધન-પુસ્તક સહાય પેટે રૂ. ૩,૦૦૦ મળવાપાત્ર છે. અભ્યાસક્રમની અવધિ દરમ્યાન સાધન-પુસ્તક સહાય માત્ર એક જ વખત મળવાપાત્ર છે.

પ્રકિયા

વિધાથીએ NIC દ્રારા તૈયાર કરવામાં આવેલ વેબ પોટૅલ (http:/mysy.guj.nic,in) પર ઓનલાઈન અરજી કરવાની રહે છે

ઓનલાઈન અરજી કયૉ બાદ જરૂરી દસ્તાવેજો સાથે વિધાથીએ અરજીની ખરાઈ હેતુ રાજયમાં આવેલા કુલ ૯૧ હેલ્પ સેન્ટરસૅ પૈકીના નજીકના હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહે છે

અમલીકરણ કરતી કચેરી/ એજન્સી/ સંસ્થા

આ યોજના માટે નોડલ એજન્સી તરીકે કેસીજીને નિયુકત કરવામાં આવેલ છે.

અભ્યાસક્રમ અનુસાર નીચે જણ્ણાવેલ કમિશનરશ્રી/ નિયામકશ્રી કચેરીઓ અરજીની અંતિમ ચકાસણી અને મંજૂરી માટે અધિકૃત કરવામાં આવેલ છે.

ટેકનિકલ શિક્ષણને લગતા અભ્યાસક્રમો માટે કમિશનરશ્રી, ટેકનિકલ શિક્ષણની કચેરી

ઉચ્ચ શિક્ષણને લગતા અભ્યાસક્રમો માટે કમિશનરશ્રી ઉચ્ચ શિક્ષણની કચેરી

મેડીકલ, ડેંન્ટલ અને પેરામેડીકલને લગતા અભ્યાસક્રમો માટે કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી

એગ્રીકલ્ચરને લગતા અભ્યાસક્રમો માટે નિયામકશ્રી, ખેતીની કચેરી

વેટનરીને લગતા અભ્યાસક્રમો માટે નિયામકશ્રી, પશુ-પાલનની કચેરી

આ સિવાયના અન્ય અભ્યાસક્રમો માટે સંબંધિત નિયામકશ્રી/ કમિશનરશ્રી કચેરીઓ દ્રારા અરજીઓની ચકાસણી અને મંજૂરીની કાયૅવાહી કરવાની રહેશે

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના (વય વંદના)[IndiraGandhi National Pld Pension Scheme- (IGNOAPS)]
યોજનાનો ઉદેશ

રાષ્ટ્રીય સામાજિક સહાય કાયૅક્રમ (National Social Assistance Programme (NSAP) હેઠળ વૃધ્ધોને આથિક સહાય આપવી.

પાત્રતાના ધોરણો

અરજદારની ઊંમર ૬૦ વષૅથી વધુ હોવી જોઈએ

બી.પી.એલ. યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ

યોજનાના ફાયદા / સહાય

૬૦ થી ૭૯ વષૅ સુધીનાનો રૂ.૪૦૦/- માસિક સહાય (રૂ.૨૦૦/- ભારત સરકાર અને રૂ.૨૦૦/- રાજય સરકાર)

૮૦ વષૅથી વધુ ઊંમર ધરાવનારને રૂ.૭૦૦/- માસિક સહાય (રૂ.૫૦૦/- ભારત સરકાર અને રૂ ૨૦૦/-રાજયસરકાર)

પ્રકિયા

તાલુકા મામલતદારને નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે.

અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા

મહેસૂલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેકટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ.

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના

નિરાધાર વૃધ્ધ અને નિરાધાર અપંગને નાણાંકીય સહાય યોજના

યોજનાનો ઉદેશ

નિરાધાર વૃધ્ધો અને અપંગ નિરાધારોને નિભાવ માટે નાણાંકીય સહાય આપવી.

પાત્રતાના ધોરણો

અરજદારની ઊંમર ૬૦ વષૅથી વધુ હોવી જોઈએ. અપંગ અરજદારના કિસ્સામાં ઊંમર ૪૫ વષૅથી વધુ અને અપંગતાની ટકાવારી ૭૫% થી વધુ હોવી જોઈએ

૨૧ વષૅથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. પુખ્ત વયનો પુત્ર હોય પરંતુ શારીરિક, માનસિક અપંગતા ધરાવતો કે કેન્સર, ટી.બી. જેવી ગંભીર માંદગીથી પીડાતો હોય

અરજદારની વાષિક આવક

ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૪૭,૦૦૦/-

શહેરી વિસ્તાર માટે રૂ. ૬૮,૦૦૦/- થી વધુ ન હોય

યોજનાના ફાયદા/ સહાય

રૂ.૪૦૦/- માસિક (રાજય સરકારનો ફાળો)

પ્રકિયા

તાલુકા મામલતદારને નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે.

અમલીકરણ કરતી કચેરી / એજન્સી/ સંસ્થા

મહેસૂલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેકટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ.

અન્ય શરતો

છેલ્લા ૧૦ વષૅથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઈએ.

ઈન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ (IGNDPS) (કેન્દ્ર સરકારની યોજના)
યોજનાનો ઉદેશ

તીવ્ર અશકત વિકંલાગ વ્યક્તિઓ માટે નાણાકીંય સહાય આપવી.

પાત્રતાના ધોરણો

લાભાથીનું નામ B.P.L કુંટુંબની (૦ થી ૧૬ સ્કોર) યાદીમાં સમાવિષ્ટ હોવું જોઈએ

અરજદારની ઊંમર ૧૮ થી વધુ અને ૮૦ વષૅથી ઓછી હોવી જોઈએ. (૧૮ થી ૭૯ વષૅ)

(નોધ- ૮૦ વષૅથી વધુ ઉંમરની વ્યક્તિને ઈન્દિરા વ્યક્તિને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના (IGNOPS) હેઠળ તબદીલ કરવાના રહે છે)
યોજનાના ફાયદા/ સહાય

માસિક રૂ. ૬૦૦/- (ભારત સરકાર રૂ. ૩૦૦/- + રાજય સરકાર રૂ. ૩૦૦/-)

પ્રકિયા

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીને નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે.

અમલીકરણ કરતી કચેરી/ એજન્સી/ સંસ્થા

સમાજ સુરક્ષા ખાતા હસ્તકના ૩૩ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓ.

સંત સુરદાસ યોજના (રાજય સરકારની યોજના)
યોજનાનો ઉદેશ

તીવ્ર અશકત વિકંલાગ વ્યક્તિઓ માટે નાણાકીંય સહાય આપવી.

પાત્રતાના ધોરણો

લાભાથીનું નામ B.P.L કુંટુંબની ( ૦ થી ૧૬ સ્કોર) યાદીમાં નામ સમાવિષ્ટ

અરજદારની ઉંમર ૦ થી ૬૪ વષૅ સુધીની હોવી જોઈએ. (તા. ૩૧/૭/૨૦૦૯ ના પહેલાનાં જૂના લાભાથીઓ)

અરજદારની વિકંલાગતાની ટકાવારી ૭૫ ટકા કે તેથી વધુ હોવી જોઈએ

તા. ૧/૮/૨૦૦૯ પછી ૦ થી ૧૮ વષૅ સુધી બી.પી.એલ., ૮૦ ટકા વિકંલાગતા ધરાવતી વ્યકતિઓ

(નોંધ :- ૧૮ વષૅની ઉંમર બાદ ભારત સરકારની IGNDPSમાં તબદીલ કરવામાં આવે છે.)
યોજનાના ફાયદા/ સહાય

માસિક રૂ. ૪૦૦/- (રાજય સરકારનો ફાળો)

પ્રકિયા

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીને નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે.

અમલીકરણ કરતી/ કચેરી/ એજન્સી/સંસ્થા

સમાજ સુરક્ષા ખાતા હસ્તકના ૩૩ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓ.

અન્ય શરતો

છેલ્લા ૧૦ વષૅથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઈએ.

વિશેષ નોંધ

ભારત સરકારની IGNDPS વિકંલાગતની ટકા ૮૦% કે તેથી વધુ છે

રાજય સરકારના જૂના લાભાથીઓમાં વિકંલાગતની ટકાવારી ૭૫% છે. તા. ૧/૮/૨૦૦૯ બાદ ૭૫% વિકંલાગતા ધરાવતા લાભાથીને લાભ મળતો નથી

ભારત સરકારની IGNDPSમાં વય ૧૮-૭૯ વષૅ છે, જ્યારે રાજય સરકારમાં ૦-૧૭ વષૅની ઉંમરનો સમાવેશ થાય છે

યોજનાનો ઉદેશ
પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના-૧

વસ્તી ગણતરી ૨૦૦૧ મુજબના ૨૫૦ થી વધુ વસ્તીના આદિજાતિ પરા અને ૫૦૦ થી વધુ વસ્તીવાળા બિન આદિજાતિ પરાઓને કનેક્ટિવિટી આપવી.

પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના-૨

જે રાજયમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-૧ મુજબ ના મળવાપાત્ર પરા જોડાણની ૧૦૦% મંજૂરી મેળવી લેવામાં આવી હોય તેવા રાજયોના હયાત રોડ નેટવકૅ પૈકી માગૅદશિકા મુજબના માકીગ ની પાત્રતમાં આવતા પસંદગીના ગ્રામ્ય અને અન્ય જિલ્લા માગૉને જોડીને બનતા થ્રુ રૂટ ને ૫.૫ મીટર સુધી પહોળા અને મજબૂતીકરણની જોગવાઈ છે.

યોજનાના ફાયદા/ સહાય

પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના-૧ હેઠળ ૨૦૫૭ આદિજાતિ પરાઓ અને ૧૨૩૦ બિન આદિજાતિ પરાઓ મળી કુલ ૩૨૮૭ પરાઓને કુલ ૫૩૪૮.૯૨ કિલોમીટરની લંબાઈ દ્રારા એક બારમાસી રસ્તાથી જોડણના લાભ માટે રૂ. ૧૩૬૪.૬૭ કરોડ ની કિંમતે આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ૩૨૬૧ પરાઓને જોડતા ૫૨૧૨.૩૦ કિલોમીટરના રસ્તાઓના કામો પૂણૅ કરવામાં આવ્યા છે. ઉપંરાત કુલ ૬૧૯૧.૩૭ કિલોમીટરના ગ્રામ્ય રસ્તાઓ ને રૂ. ૨૦૦૩.૪૯ કરોડની કિંમતે સુધારણા/ મજૂબતીકરણ માટે મંજૂરી મેળવી લેવામાં આવી, જે પૈકી ૬૦૬૩.૪૭ કિલોમીટરની લંબાઈ ના રસ્તાઓની સુધારણા/ મજૂબતીકરણના કામો પૂણૅ કરવામાં આવ્યા છે.

પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના-૨ હેઠળ કુલ ૧૧૮૦.૩૧ કિલોમીટરના ગ્રામ્ય રસ્તાઓ ને રૂ. ૬૭૭.૦૧ કરોડની ની કિંમતે પહોળા અને સુધારણા/ મજબૂતીકરણ માટે મંજૂરી મેળવી લેવામાં આવી જે પૈકી ૯૦૬.૪૨ કિલોમીટરની લંબાઈના રસ્તાઓના સુધારણા/ મજબૂતીકરણના કામો પૂણૅ કરવામાં આવ્યા છે.

અમલીકરણ કરતી કચેરી/ એજન્સી/સંસ્થા

યોજના અમલીકરણ માગૅ અને મકાન (પંચાયત) વિભાગ હેઠળ ની વિભાગીય કચેરી મારફતે અમલ કરવામાં આવે છે. તથા રાજય કક્ષાએ સમીક્ષા ગુજરાત સ્ટેટ રૂઅલ રોડ રસ્તાઓના સુધારણા/ મજબૂતીકરણના કામો પૂણૅ કરવામાં આવ્યા છે.

અન્ય શરતો

જમીન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રાજય સરકારની છે

મંજૂર કરેલ રકમ ઉપરનું નાણાકીંય ભારણ જેમ કે ટેડર પ્રીમિયમ / સ્ટાર રેટ / એકસ્ટ્રા- એકસેસ જેવી રકમ વગેરે રાજય સરકારે ભોગવવાની હોય છે

નવેમ્બર ૨૦૧૫ ના પરિપત્ર થી ભારત સરકારે ૦૧-૦૪-૨૦૧૫ થી અમલમાં આવે તે રીતે યોજનાની ફંડીગ પેટનૅમાં ૬૦:૪૦ (કેંદ્ર : રાજય) નો ફેરફાર કરવામાં આવ્યો છે

યોજનાનો ઉદેશ

ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સંપૂણૅ વિકેન્દ્રિત અને લોક વ્યવસ્થાપિત આંતરિક પેયજળ યોજના દ્રારા ધરે-ધરે નળ જોડાણ થકી પીવાનું શુધ્ધ અને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી. જેમાં મુખ્યત્વે નીચેની કામગીરીનો સમાવેશ થાય છે.

પાણી સમિતિની રચના કરવી, પાણી વિતરણ અને સ્વરછતાના વ્યવસ્થાપનમાં દરેક સમુદાય અને સ્ત્રીઓની ભાગીદારી સુનિશ્ર્ચિત કરવી, લોકજાગૃતિ કેળવવી, પાણી અને સ્વરછતા માટે ઈજનેરી પધ્ધતિઓ વિકસાવવી.

પાત્રતાના ધોરણો

જે ગામ ગ્રામ પંચાયત તરીકે સ્વતંત્ર અસિસ્તવ ધરાવતા હોય તેમજ જૂથ ગ્રામ પંચાયતના ભાગ તરીકે હોય તેવા તમામ ગામો.

યોજનાના ફાયદા / સહાય

ગામની સ્થાનિક માંગ અને જરૂરિયાતને આધારિત પેયજળ યોજના થકી પાણી પૂરું પાડવું.

લોકભાગીદારીના અભિગમથી યોજનાના પોતીકા પણાની ભાવના જાગૃત થાય છે અને તેનું સંચાલન સંપૂણૅ આત્મનિભૅર અને વિકેન્દ્રિત ધોરણે થાય છે.

પ્રકિયા

વાસ્મોના સામાજિક તેમજ તકનિકી સભ્યોના માગૅદશૅનથી નીચે મુજબની પ્રકિયા હાથ ધરવામાં આવે છે.

પાણી સમિતિની રચના અને વીલેજ એકશન પ્લાનની મંજૂરી.

જિલ્લા જળ અને સ્વરછતા સમિતિમાં યોજના મંજૂર કરી પાણી સમિતિ થકી અમલીકરણ કરાવવું.

યોજના પૂણૅ થયા બાદ ગ્રામસભામાં યોજનાના મરામત અને નિભાવણી માટે ખાસ પાણીવેરાની રકમ નક્કી કરવી તેમજ યોજનાનું આત્મપણૅ કરી સંચાલન અંગેની તાલીમ આપવી.

અમલીકરણ કરતી / કચેરી / એજન્સી / સંસ્થા

ગ્રામ્ય જળ અને સ્વરછતા સમિતિ (પાણી સમિતિ) દ્રારા જેમાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓગોનાઝેશન (વાસ્મો) માગૅદશૅન આપવાનું કામ કરે છે.

અન્ય શરતો

રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાયૅક્રમના ધારાધોરણ પ્રમાણે આંતરિક પેયજળ વ્યવસ્થાપનની યોજનાની કુલ કિંમતના ૧૦ ટકા જેટલી રકમ પાણી સમિતિ દ્રારા ગામ લોકો પાસેથી એકઠી કરીને યોજનાના અમલીકરણ હેતુ ઉપયોગ કરવાની રહે છે. આ બાબતે સહમત થતા તમામ ગામો આ યોજનાનો લાભ લઈ શકે છે.

યોજનાનો ઉદેશ

અસંગઠિત ક્ષેત્રના પરિવારોને આરોગ્ય સુરક્ષા પ્રદાન થાય અને તેઓને કેશલેસ સારવાર સુવિધા મળી રહે.

ગરીબી રેખા હેઠળ જીવતા કુંટુંબોને બીમારીના સમયે નાણાંકીય જવાબદારીઓ સામે રક્ષણ પૂરું પાડવું.

પાત્રતાના ધોરણો

બી.પી.એલ. કુંટુંબો, રેલ્વે પોટૅર, બીડી વકૅર, મનરેગા હેઠળના શ્રમિકો, અન્ય કારીગર વગૅ

૪૦ ટકાથી વધુ વિકંલાગતા ધરાવતી વ્યક્તિઓ

યોજનાના ફાયદા / સહાય

વાષિક રૂ. ૩૦,૦૦૦ સુધીનો કુંટુંબદીઠ તબીબી સેવા ખચૅ વીમા કવચ હેઠળ આવરી લેવાય છે

પૂવૅ અસ્તિતવમાં હયાત રોગ પણ દિન એકથી આવરી લેવામાં આવે છે અને ઉંમરની કોઈ મયૉદા રહેતી નથી. યોજના હેઠળ (કુંટુંબના મહતમ પાંચ વ્યક્તિને કુંટુંબના વડા, પત્ની અને આધારિત ૩ બાળકો) લાભ મળવા પાત્ર છે

આ યોજના હેઠળ કુલ ૧૩૮૫ (સરકારી ૪૩૭ અને ખાનગી ૯૪૮) દવાખાનામાંથી સારવાર મેળવી શકે છે

પ્રકિયા

આ યોજનાનો લાભ લેવા માટે લાભાથી કુંટુંબને સ્મૉટકાડૅ આપવામાં આવે છે. સ્મૉટ કાડૅ માટે રજિસ્ટ્રેશન ચાજૅ રૂ. ૩૦ ચૂકવવાનો હોય છે

લાભાથી પાસે સ્મૉટ કાડૅ હોવું જરૂરી છે, જે કાડૅ લઈ તે RABY યોજના હેઠળ સંલગ્ન હોસ્પિટલોમાંથી મફત સારવાર મેળવી શકે છે.

અમલીકરણ કરતી કચેરી / એજન્સી/ સંસ્થા

આ યોજના માટે રાજય સરકાર સ્ટેટ નોડલ એજન્સીની રચના કરી યોજનાને સફળતા પૂવૅક અમલી કરેલ છે

યોજનાના સુપરવિઝન અને મોનીટરીગ હેતુ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સીધા માગૅદશૅન હેઠળ જિલ્લા પ્રોજેકટ ઓફિસર – RABY ની નિમણુક કરેલ છે

RABY યોજના હેઠળ ટેન્ડર પ્રકિયા દ્રારા ઈન્સ્યોરન્સ કંપની નિયુકત કરવામાં આવેલ છે

અન્ય શરતો

યોજનાનો લાભ મેળવવા રજીસ્ટ્રેશન કરાવી RABY કાડૅ હોવું જરૂરી છે

યોજના હેઠળ (કુંટુંબના મહતમ પાંચ વ્યક્તિને કુંટુંબના વડા, પત્ની અને આધારિત ૩ બાળકો) લાભ મળવાપાત્ર છે

જે તે વિભાગ દ્રારા નોધાયેલા કુંટુંબોને જ યોજના અંતૅગત લાભ મળવાપાત્ર થાય છે

યોજનાનો ઉદેશ

સ્વરછતા અને સ્વાસ્થયને ઉતેજન આપીને અને ખુલ્લામાં શૌચક્રિયા સદંતર બંધ કરાવી ગ્રામીણ વિસ્તારોમાં જીવનની ગુણવતામાં સુધારો લાવવો

૨ ઓકટોબર, ૨૦૧૯ સુધીમાં સ્વરછ ભારત હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સંપૂણૅ સ્વાસ્થયને આવરી લેવી

સલામત અને ટકાઉ સ્વરછતા માટે ઓછી ખચૉળ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું

ગામીણ વિસ્તારમાં ધન અને પ્રવાહી કચરાના નિકાલની વૈજ્ઞાનિક પધ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત સમુદાય વ્યવસ્થાવાળી પધ્ધતિઓ વિકસાવવી

સ્વરછતા બાબતે માનસિક બદલાવ લાવવા માટે જનજાગૃતિ કેળવવી

પાત્રતાના ધોરણો

વષૅ ૨૦૧૨ માં શૌચાલય વિહોણા કુંટુંબોના બેઝલાઈન સવૅમાં નોધાયેલ તમામ બીપીએલ કુંટુંબો

એપીએલ કેટેગરી પૈકી નિયત કરેલ નીચે જણાવેલ વિગતોના પાંચ કેટેગરીવાળા કુંટુંબો

નાના અને સીંમાત ખેડૂતોના કુંટુંબો

જમીન વિહોણા ખેતમજૂર કુંટુંબો

મહિલા કુંટુંબના વડા હોય તેવા કુંટુંબો

કુંટુંબના વડા અપંગ હોય તેવા કુંટુંબો

યોજનાના ફાયદા / સહાય

લોક માનસમાં પરિવતૅન લાવી અસ્વરછતાલક્ષી સ્થિતિમાં એકદરે સુધારો લાવવો

ધર આંગણે શૌચાલય હોવાથી દૂર ચાલીને ન જવું પડે તેમજ તડકામાં,વરસાદમાં, શિયાળાની ઠંડીમાં હેરાન ન થવું પડે

ધરના બાળકો, વૃધ્ધ, અપંગ તથા માંદા માણસોને સરળતા રહે

મહિલાઓ અને દિકરીઓ તેમજ સગભૉ બહેનો માટે આશીવૉદ સમાન, જેથી તેમનું માન તથા આબરૂ જળવાઈ રહે

માખી, મરછરથી ફેલાતા રોગોમાં ઝાડા, કોલેરા, ટાઈફોઈડ, અને કરમીયા જેવા રોગોથી બચી શકાય

બાળકોમાં સ્વરછતાલક્ષી સંસ્કારોનું સિંચન

પ્રકિયા

લાભાથી કુંટુંબોએ વ્યકિતગત શૌચાલય માટે પ્રોત્સાહક સહાય મેળવવા ગ્રામ પંચાયતે અરજી કરવી

તાલુકા વિકાસ અધિકારી કક્ષાએ ગ્રામ પંચાયત દ્રારા ભલામણ થઈ આવેલ અરજીઓ મંજૂર કરવી

લાભાથી કુંટુંબ દ્રારા વ્યકિતગત શૌચાલયનું બાંધકામ પૂણૅ કરવું

વ્યકિતગત શૌચાલયના બાંધકામની કામગીરી પૂણૅ થયાની જાણ લાભાથી દ્રારા પંચાયતને કરવાની રહેશે

પૂણૅ થયેલ શૌચાલયની ચકાસણી તાલુકા જિલ્લાના એન્જીનીયર દ્રારા કરાવી તેમના પ્રમાણપત્રના આધારે તાલુકા વિકાસ અધિકારીને દરખાસ્ત કરાવીને લાભાથીને પ્રોત્સાહક સહાય ચૂકવવા માટેની કાયૅવાહી કરવી

અમલીકરણ કરતી / કચેરી / એજન્સી / સંસ્થા

જિલ્લા કક્ષાએ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,

તાલુકા કક્ષાએ : તાલુકા પંચાયત

ગ્રામ્ય કક્ષાએ : ગ્રામ પંચાયત

આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની યોજનાઓ
યોજનાનો ઉદેશ

ધોરણ ૯ માં અભ્યાસ કરતી અનુ.જનજાતિની ક્ન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવાના હેતુથી સાયકલ ભેટ આપવાની યોજના

પાત્રતાના ધોરણો

ધોરણ ૯ માં અભ્યાસ કરતી અનુ.જનજાતિની કન્યાઓને સાયકલ ભેટ આપવાપાત્ર થશે

અંતર મયૉદાના બાધ વિના રહેઠાણના સ્થળથી અન્ય ગામ/શહેર/ સ્થળે હવે ધોરણ ૯ માં માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી ક્ન્યાઓને વષૅ ૨૦૧૩-૧૪ થી સાયકલ ભેટ આપવાનું નકકી કરવામાં આવેલ છે

આવકનું ધોરણ

ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૪૭,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ. ૬૮,૦૦૦/- વાષિક આવક

પ્રકિયા

અનુ.જનજાતિની ધોરણ ૯ માં અભ્યાસ કરતી કન્યાઓની સાયક્લ મેળવવા માટેની નિયત નમૂનાની દરખાસ્ત સંબંધિત માધ્યમિક શાળા દ્રારા તૈયાર કરી જે તે જિલ્લાના મદદનીશ કમિશનરશ્રી/ આદિજાતિ વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં રજૂ કરવાની હોય છે અને આ દરખાસ્તના આધારે નિયમોનુસાર મળવાપાત્ર વિધાથીઓને સાયકલ પૂરી પાડવામાં આવે છે.

યોજનાનો ઉદેશ

શૈક્ષણિક વિકાસ માટે સહાય

પાત્રતાના ધોરણો

એસ.એસ.સી. પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુ.જનજાતિના વિધાથીઓને આ શિષ્યવૃતિ મળવાપાત્ર થાય છે

આવકનું ધોરણ

વાષિક રૂ. ૨,૫૦,૦૦૦/- ની આવક મયૉદા ધ્યાને લેવાની રહેશે

શિષ્યવૃતિના દર
ગૃપ હોસ્ટેલર ડેસ્કોલર
૧૨૦૦૦/- ૫૫૦/-
૮૨૦/- ૫૩૦/-
૫૭૦/- ૩૦૦/-
૩૮૦/- ૨૩૦/-
પ્રકિયા

અનુ.જનજાતિના વિધાથીએ પોતાનું અરજીફોમૅ ભરીને જરૂરી દસ્તાવેજ સાથે સંબંધિત શાળા/ કોલેજને રજૂ કરવાનું હોય છે. શાળા / કોલેજ દ્રારા તમામ વિધાથીઓના ફોમૅ મેળવી નિયત નમૂનામાં જરૂરી વિગતો સાથેની દરખાસ્ત તૈયાર કરી સંબંધિત મદદનીશ કમિશનરશ્રી / આદિજાતિ વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં રજૂ કરવાનું હોય છે, જયાં તેઓની શિષ્યવૃતિ મંજૂર કરી વિધાથીઓના બેંક ખાતાઓમાં જમા કરાવવાની કાયૅવાહી કરવામાં આવે છે.

નોધ

આ યોજના હેઠળ રૂ. ૨,૫૦,૦૦૦/- ની આવક મયૉદા નિયત કરેલ છે. પરંતુ આ આવક મયૉદા કરતા વધુ આવક ધરાવતા વાલીઓની કન્યાઓને પણ ઉકત ધોરણે શિષ્યવૃતી મંજૂર કરવામાં આવે છે.

યોજનાનો ઉદેશ

અનુ.જનજાતિના વિધાતીઓને ઉતમ કક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉતમ કક્ષાની નામાંકિત શાળાઓમાં પ્રવેશ અપાવીને અન્ય સમાજની હરોળમાં બરોબરી કરી શકે અને તેમનો આત્મવિશ્ર્વાસ કેળવાય તે માટે ટેલેંન્ટપુલ સ્કુલનું નિમૉણ કરવાની યોજના.

પાત્રતાના ધોરણો

અનુ.જનજાતિના ધોરણ-૫ માં પ્રથમ કે બીજા વગૅમાં પાસ થયેલ વિધાથીઓની ઈ.એમ.આર.એસ. દ્રારા પ્રવેશ પરીક્ષા ગોઠવીને તેમાં વધુ ગુણ મેળવીને મેરીટમાં આવનાર વિધાથીઓને ટેલેંન્ટપુલ યોજના હેઠળ પસંદ કરેલી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે.

આવકનું ધોરણ

જે વાલીની વાષિક આવક રૂ. ૨.૦૦ લાખ સુધીની હોય તેમાના બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે

જે વાલીની વાષિક આવક રૂ. ૨.૦૦ લાખ થી ૩૦૦ લાખ સુધીની હોય અને તેઓ આ યોજનામાં જોડાવા માંગતા હોય તો તેઓએ આ યોજનામાં થનાર ખચૅના ૫૦%રકમ પોતે ભોગવવાની રહેશે

યોજનાના ફાયદા / સહાય

ટેલેંન્ટપુલ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર વિધાથીને રૂ. ૬૦૦૦૦/- કેશ વાઉચર તરીકે ચૂકવવામાં આવે છે. જો શાળાની ફી તે કરતા ઓછી હોય તો બાકીની રકમ વિધાથીને છાત્ર શિષ્યવૃતિ તરીકે ચૂકવવાની રહે છે. જયારે રૂ. ૬૦,૦૦૦/- કરતા વધુ ફી હોય તો તે વાલીએ ભોગવવાની રહે છે. જયારે ટેલેંન્ટપુલ સ્કુલ વાઉચર યોજના હેઠળ અતિશ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવનાર વિધાથીને શાળાની ફી અથવા રૂ. ૮૦૦૦૦- બે માંથી જે ઓછું હોય તે કેશ વાઉચર તરીકે ચૂકવવામાં આવે છે. જયારે રૂ. ૮૦,૦૦૦/- કરતાં વધુ ફી હોય તે વાલીએ ભોગવવાની રહે છે.

યોજનાનો ઉદેશ

મેડીકલના અભ્યાસક્રમોની અનુ.જનજાતિની અનામત જ્ગ્યાઓ પૈકી કેટલીક અનામત જ્ગ્યાઓ ગુજકેટમાં જરૂરિયાત મુજબના ૪૦ ટકા માકૅસ ન મેળવવાને કારણે વષૉથી ખાલી રહેતી હતી, જે જગ્યાઓ પૂરેપૂરી ભરાય તે માટે ગુજકેટની તાલીમ આપવાનો મુખ્ય ઉદેશ છે.

પાત્રતાના ધોરણો

ધો. ૧૦ માં ૬૦ ટકાથી વધુ ગુણ મેળવેલ વિધાથીઓ

ધો.૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા વિધાથીઓ

આવકનું ધોરણ

આવક મયૉદા ધ્યાને લીધા સિવાય

પ્રકિયા

સંબંધિત જિલ્લા મદદનીશ કમિશનરશ્રી / આદિજાતિ વિકાસ અધિકારીશ્રી (આ.વિ) કરછ, ડાંગની કચેરીનો સંપૅક કરવાનો રહેશે.

યોજનાનો ઉદેશ

રાજયના આદિજાતિ યુવક-યુવતિને રોજગાર લક્ષી ઉચ્ચ કૌશલ્ય / તાલીમ આપવી તથા તાલીમ પૂણૅ બાદ રોજગારી પૂરી પાડવી.

પાત્રતાના ધોરણો

ગુજરાત રાજયના કોઈ પણ આદિજાતિ યુવકો આનો લાભ લઈ શકે છે

વોકેશનલ તાલીમ મેળવવા માટે નિયત કરેલ તાલીમ કોસૅની પાત્રતા મુજબ કોઈપણ તાલીમ કોસૅમાં જોડાઈ શકે છે

યોજનાના ફાયદા /સહાય

આદિજાતિ યુવક/ યુવતી ને વિના મૂલ્ય કૌશલ્યવધૅન તાલીમ આપવામાં આવે છે

તાલીમ દરમ્યાન લાભાથી ને પસંદ કરેલ ટ્રેડ અને કોસૅના સમયગાળા દરમ્યાન વિના મૂલ્ય રહેવા તથા જમવાની સુવિધા આપવામાં આવે છે

તાલીમ પૂણૅ થયા બાદ લાભાથી ને રોજગારી માટે રોજગારી આપતી સંસ્થા સાથે જોડવામાં આવે છે

પ્રકિયા

આદિજાતિ યુવક / યુવતી પોતાના જિલ્લાની પ્રાયોજના કચેરીનો સંપૅક કરી શકે છે

આદિજાતિ યુવક / યુવતી વોકેશનલ તાલીમ આપવી અમલીકરણ સંસ્થાનો પણ સંપૅક કરી શકે છે

ડેવલપમેંટ સપોટૅ એજન્સી દ્રારા તૈયાર કરેલ ઓનલાઈન પોટૅલ પર લાભાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે

અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા

અતુલ રૂરલ ડેવલપમેંટ ફંડ, ગામ-અતુલ-તા. ધરમપુર, જી- વલસાડ

વાધલધરા વિભાગ કેળવણી મંડળ, ગામ-વાધલધરા, જી- વલસાડ

સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પ્લાસ્ટિક એન્જીનીયરીગ એન્ડ ટ્રેનીગ, ગામ- અટક પારડી, તા. ધરમપુર- વલસાડ

ઓલ ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડ્રાઈવિગ ટેકનિકલ ટ્રેનીગ એન્ડ રિસચૅ, ગામ- ગજાધરા, તા- વાધોડિયા, જી- વડોદારા

મુનિ સેવા આશ્રમ, ગામ-ગોરજ, તા- વાધોડિયા, જી-વડોદરા

શ્રોફ ફાઉડેશન ટ્ર્સ્ટ, ગામપાલડી- તા- વાધોડિયા,જી- વડોદરા

ગ્રામીણ વિકાસ ટ્ર્સ્ટ, તા અને જી. દાહોદ

સેવા રૂરલ ટ્ર્સ્ટ ગામ- ગુમાનદેવ, તા.ઝધડિયા. જી- ભરૂચ

યોજનાનો ઉદેશ

પશુપાલન વ્યવસાયમાં જોડાયેલ મહત્વની કડી મહિલાઓને લઈ તેનો વિકાસ

વિસ્તારમાં રહેલા નબળા ઢોરની જગ્યાએ જાતવાન જાનવરનો વિકાસ

પશુપાલન વ્યવસાય માટે જરૂરી માળખુ ઉભું કરવું

પાત્રતાના ધોરણો

આ યોજના હેઠળ મહિલા લાભાથી ૦ થી ૨૦ નો બીપીએલ સ્કોર ધરાવતા હોવા જોઈએ

આ યોજના અંતૅગતલાભાથી અનુ.જનજાતિના જ હોવા જોઈએ અને તે સક્ષમ અધિકારીશ્રી દ્રારા પ્રમાણપત્ર મેળવેલ હોવો જોઈએ

લાભાથી દ્રારા આ યોજના હેઠળ આપવાના થતા ૨ પશુના યુનિટનો અગાઉ લાભ મેળવેલ ન હોવા જોઈએ

આ યોજના હેઠળ લાભાથી દૂધ મંડળીના સભાસદ હોવા જોઈએ

યોજનાના ફાયદા / સહાય

આ યોજના હેઠળ પસંદ કરેલ લાભાથીને બે દૂધાળા પશુનો લાભ આપવામાં આવે છે. દૂધાળા પશુ ઉપંરાત પશુ વીમો સહાય, પશુ પરિવહન ખચૅ, પશુ ખાણ- દાણ, વાસણ કીટ, પશુ સારવાર તથા તાલીમની સંલગ્ન સવલતો આપવામાં આવે છે

આ યોજના હેઠળ આપવાની થતી યુનિટ કોસ્ટની રકમ રૂ. ૫૪,૪૦૦/- નિયત કરેલ છે. (જેમાં ભારત સરકારના સહાય રૂ. ૧૭,૪૦૦ રાજય સરકારની સહાય રૂ. ૧૫,૦૦૦/- , જીટીડીસી લોન રૂ. ૨૦,૦૦૦/- તથા લાભાથી ફાળો રૂ. ૨૦૦૦/- )

અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા

આદિજાતિ વિસ્તારોમાં આવેલી જિલ્લા દૂધ ઉત્પાદક સંધો દ્રારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે તથા યોજનાનું સમગ્ર મોનીટરીગ સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રી દ્રારા કરવામાં આવે છે.

યોજનાનો ઉદેશ

આ યોજનાનો ઉદેશ આદિજાતિ ખેડૂતોને આધુનિક ખેતી વ્યવસ્થા દ્રારા રોજગારી તકો વિકસાવી કુંટુંબની આથિક સ્થિતિમાં સુધાર કરવાનો છે.

પાત્રતાના ધોરણો

આ યોજના હેઠળ આદિજાતિ ના ખેતી ધરાવતા ખાતેદાર ખેડૂત કુંટુંબો આ યોજનાના લાભાથી રહેશે.

યોજનાના ફાયદા / સહાય

આ યોજના હેઠળ લાભાથીઓને વેલાવાળા પાકો માટે ૧૦ ગુંઠા માટે મંડપ તૈયાર કરવા માટે જરૂરી સાધન ખરીદવા માટે રૂ. ૧૪૫૬૦.૦૦ નાણાંકીય સહાય આપવામાં આવશે.

પ્રકિયા

આ યોજના માટેના લાભાથીની પસંદગી જિલ્લા કક્ષાએ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે. જિલ્લાના લક્ષ્યાંક મુજબ પાકની ઋતુ (સીઝન) શરૂ થાય તે પહેલા અરજીઓ મંગાવવાની રહેશે. જે અરજીઓ પૈકી લાભાથીની પાત્રતા ધ્યાને રાખી પાત્ર અરજીઓ અલગ કરી મંજૂર કરવાની રહેશે.

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/ સંસ્થા

જિલ્લા કક્ષાએ યોજનાના અમલીકરણ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી મારફ્ત થશે.

યોજનાનો ઉદેશ

આદિજાતિ વિસ્તારના આદિજાતિ લોકોને કૃષિ થકી વધુ આવક મેળવતા થઈ શકે. આ પ્રોજેકટની અંતૅગત મકાઈ, કારેલા, દૂધી, ટમેટા, ભીડાં, અને રીંગણ જેવા પાક માટે બિયારણ તથા ખાતરની કીટનું વિતરણ અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવામાં આવે છે.

પાત્રતાના ધોરણો

આ યોજના હેઠળ આદિજાતિના ખેતી ધરાવતા ખાતેદાર ખેડૂત કુંટુંબો પૈકી ૦ થી ૨૦ બીપીએલ સ્કોર ધરાવતા કુંટુંબો આ યોજનાના લાભાથી હોય છે.

યોજનાના ફાયદા / સહાય

આ પ્રોજેકટ અંતૅગત મકાઈ, રીંગણ, ભીંડા, કારેલા, તથા દૂધી જેવા શાકભાજીના ગુણવતાના બિયારણ તથા પાકને અનુરૂપ રાસાયણિક ખાતરની કીટ તૈયાર કરી પૂરી પાડવામાં આવે છે અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવામાં આવે છે

આ યોજના હેઠળ લાભાથીએ રૂ. ૫૦૦/- લોકફાળા તરીકે આપવાનો રહે છે

પ્રકિયા

આ યોજના માટેના લાભાથીની પસંદગી તથા ચકાસણી જિલ્લા કક્ષાએ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્રારા કરવામાં આવે છે. આદિજાતિ વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા તથા ફોરેસ્ટ રાઈટ એકટ ધરાવતા આદિજાતિ ખેડૂતો પૈકી લાભાથીની પસંદગી કરવામાં આવે છે.

અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા

તમામ આદિજાતિ જિલ્લાઓમાં પ્રાયોજના કચેરીના પરામશૅમાં રહી અમલીકરણ એજન્સી (એગ્રીકલ્ચર સવિસ પ્રોવાઈડર) દ્રારા યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.

યોજનાનો ઉદેશ

અનુસૂચિત જનજાતિના ઈસમો સ્વરોજગારી મેળવી શકે. યોજના અન્વયે તેઓને ટુલ કીટ / ઓજારો આપવામાં આવે છે.

પાત્રતાના ધોરણો

અનુ.જાતિના ઈસમ કુંટુંબની વાષિક આવક મયૉદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૪૭,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦/-

યોજનાના ફાયદા / સહાય

અનુ.જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે ગ્રીમકો ગાંધીનગર દ્રારા ટુલકીટ / ઓજાર આપવામાં આવે છે.

પ્રકિયા

જિલ્લાના મદદનીશ કમિશનરશ્રી / આદિજાતિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજ પુરાવાના સહિતની અરજી રજૂ કરવાની હોય છે અને આ દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાથીઓને ટુલકીટસ આપવામાં આવે છે.

યોજનાનો ઉદેશ

અનૂસુચિત જનજાતિના કુંટુંબની ક્ન્યાના લગ્ન પ્રસંગે નાણાંકીય સહાય.

પાત્રતાના ધોરણો

લાભાથી ક્ન્યાની ઉંમર ૧૮ વષૅ અને કુમાર ૨૧ વષૅ થી ઓછી ન હોવી જોઈએ

લગ્ન કયૉના પુરાવા

લગ્ન થયેના ૧ વષૅમાં અરજી કરવાની રહેશે

કુંટુંબની વાષિક આવક મયૉદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૪૭,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/-

યોજનાના ફાયદા / સહાય

લાભાથીને રૂ. ૧૦,૦૦૦/- ની સહાય ચેક થી ચૂકવવામાં આવે છે.

પ્રકિયા

જિલ્લાના મદદનીશ કમિશનરશ્રી / આદિજાતિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજ પુરાવાના સહિતની અરજી રજૂ કરવાની હોય છે અને આ દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાથીઓને સહાય ચૂકવવામાં આવે છે.

યોજનાનો ઉદેશ

પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ અને ક્ષાર તત્વની ઉણપ દૂર કરી તેના આરોગ્યમાં સુધારો થાય અને તેનો શારિરીક અને માનસિક વિકાસ થાય તે હેતુથી આ યોજના અમલમાં મૂકેલ છે.

પાત્રતાના ધોરણો

પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિધાથીઓ

આવક મયૉદા ધ્યાને લીધા સિવાય વિધાથીઓને દૂધ પૂરુ પાડવામાં આવે છે

યોજનાના ફાયદા / સહાય

૨૦૦ml ફલેવડૅ દૂધના પાઉચ પૂરા પાડવામાં આવે છે.

પ્રકિયા

ડેરી મારફતે જિલ્લાની પે સેન્ટર શાળાઓ પર દૂધનો જથ્થો ઉતારવામાં આવે છે અને પે સેટરો પરથી તાબાની શાળાઓમાં પહોચાડવામાં આવે છે.

અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા

આ યોજના જે તે જિલ્લાઓના પ્રાયોજના વહીવટદારશ્રીઓ મારફતે અમલવારી કરવામાં આવે છે.

યોજનાનો ઉદેશ

આદિજાતિના બાળકોને ગુણવતાસભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારના વિધાથીઓની સમકક્ષ થાય તેમજ દરેક ક્ષેત્રે હરિફાઈ કરી શકે તે માટે ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ વિના મૂલ્યે આપવાની યોજના.

પાત્રતાના ધોરણો

જી.એસ.ટી.ઈ.એસ. દ્રારા પ્રવેશ પરીક્ષામાં મેરીટમાં આવેલ વિધાથી/ વિધાથીની અનુસૂચિત જનજાતિના હોવા જોઈએ. તેની ઉંમર પ્રવેશ સમયે વધુમાં વધુ ૧૩ વષૅની હોવી જોઈએ. વિધાથી / વિધાથીની ફકત સરકારી શાળા/ આશ્રમશાળા અથવા માન્ય ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓમાં (શિક્ષણ વિભાગની યાદી મુજબ) ધોરણ- ૫ માં અભ્યાસ કરતા હોવા જોઈએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ- ૫ પાસ કરેલ હોવું જોઈએ.

આવકનું ધોરણ

કોઈ આવક મયૉદા નકકી કરવામાં આવેલ નથી.

યોજનાના ફાયદા / સહાય

ધોરણ ૬ થી ૧૨ સુધી વિના મૂલ્યે શિક્ષણ, ગણવેશ, પુસ્તકો, રહેઠાણ અને ભોજનની સુવિધા સાથે વોકેશનલ તાલીમ, રમત ગમત, કલબ પ્રવૃતિઓ, કોમ્યુટર શિક્ષણ આપવામાં આવે છે.

પ્રકિયા

જી.એસ. સોસાયટી દ્રારા લેવામાં આવતી પ્રવેશ પરીક્ષામાં ઈ.ટી.એસ. મેરીટમાં આવ્યા બાદ શાળામાં પ્રવેશ મેળવી શકાય છે.

અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી.

યોજનાનો ઉદેશ

આદિજાતિની બાળાઓમાં ગુણવતાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી આદિજાતિ વિસ્તારમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકાઓમાં આદિજાતિની ક્ન્યાઓનું શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે હેતુસર “કન્યા નિવાસી શાળા” યોજના જાહેર કરેલ છે.

પાત્રતાના ધોરણો

આ યોજના દ્રારા નકકી કરેલ જિલ્લાઓમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકાઓમાં વસવાટ કરતી આદિજાતિ કન્યાઓનું શાળામાં ૧૦૦% પ્રવેશ આપી તેમનો સાક્ષરતા દર ઉંચો લાવવાનો તથા ડ્રોપ આઉટ અટકાવી કન્યાઓનો અભ્યાસ પૂણૅ કરાવવાનો પ્રયાસ છે. અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજનાનો અમલ ૨૫% થી વધુ આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓ જેમાં સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ ૩૫% કે તેથી ઓછું હોય તેવા જિલ્લામાં કરવામાં આવે છે.

આવકનું ધોરણ

કોઈ આવક મયૉદા નકકી કરવામાં આવેલ નથી.

યોજનાના ફાયદા/ સહાય

૬ થી ધોરણ ૧૦ સુધીનું વિના મૂલ્યે શિક્ષણ, રહેઠાણ, પુસ્તકો, ગણવેશ તેમજ ભોજન વગેરેની વિના મૂલ્યે સગવડો પૂરી પાડી અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા ચલાવવામાં આવે છે. સાથે વિધાથીઓને વિવિધ પ્રકારની વોકેશનલ તાલીમ, કલબ, એકસપોઝર મુલાકાત, કોમ્યુટર શિક્ષણ, વિવિધ રમત- ગમત જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. વિધાથીઓને માસિક રૂ. ૧૦૦/- સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.

પ્રકિયા

ધો.૫ પાસ કરેલ વિધાથીઓને શાળાની બેઠક પ્રમાણે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળી શકે છે.

અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી.

યોજનાનો ઉદેશ

માધ્યમિક શિક્ષણની ગુણવતા સુધારવા માટે તેમજ આદિજાતિના બાળકોને ગુણવતાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી રાજયના આદિજાતિ વિસ્તારમાં ૧૨ મોડેલ સ્કુલો સ્થાપવામાં આવેલ છે. મોડેલ સ્કુલ કે સ્કુલ પ્રકારની શાળા છે.

પાત્રતાના ધોરણો

તમામ જાતિના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. બાળક જે શાળામાં પ્રવેશ મેળવવાનો છે તે તાલુકાનો નિવાસી હોવો જોઈએ, ધો. ૫ પાસ કરેક હોવું જોઈએ, આરક્ષણ સંબંધિત રાજયના પ્રવતૅમાન નિયમો લાગુ પડશે.

આવકનું ધોરણ

કોઈ આવક મયૉદા નકકી કરવામાં આવેલ નથી.

યોજનાના ફાયદા / સહાય

૬ થી ધોરણ ૧૨ સુધીનું વિના મૂલ્યે શિક્ષણ, , પુસ્તકો, ગણવેશ તેમજ ભોજન વગેરેની વિના મૂલ્યે સગવડો પૂરી પાડી પાડવામાં આવે છે. વિધાથીઓને વિવિધ પ્રકારની વોકેશનલ તાલીમ, કલબ, એકસપોઝર મુલાકાત, કોમ્યુટર શિક્ષણ, વિવિધ રમત-ગમત જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. તેમજ વિધાથીઓને અપ-ડાઉન માટે બસની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

પ્રકિયા

ધો.૫ પાસ કરેક વિધાથીઓને શાળાની બેઠક પ્રમાણ્રે વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ મેળવી શકે છે.

અમલીકરણ કરતી કચેરી/ એજન્સી / સંસ્થા

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી


યોજનાનો ઉદેશ

અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ અને આદિમજૂથ / પ્રીમીટીવ ગૃપ- હળપતિ જાતિના લોકોને વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે.

પાત્રતાના ધોરણો

અનુ.જ્નજાતિ / હળપતિ / આદિમજૂથ જાતિના હોવા જોઈએ.

૦ થી ૨૦ ગુણાંક ધરાવતા બી.પી.એલ યાદીમાં સમાવિષ્ટ લાભાથીઓને કેન્દ્ર પુરસ્કૃત ઈન્દીરા આવાસ યોજના હેઠળ આવરી લેવાના રહેશે.

ઉપરોકત શરત મુજબ લાભ આપી શકાય તેમ ન હોય અને આ યોજનાઓની અન્ય શરતો પરિપૂણૅ કરતા હોય તેવા લાભાથીઓને સહાય આપવામાં આવે છે.

ગ્રામ્ય વિસ્તાર માટે ૨૦ થી ઉપરનો બી.પી.એલ સ્કોર ધરાવતા અને નગરપાલિકા વિસ્તારમાં ૮૦ થી ૧૦૦ ભારાંક ધરાવતા લાભાથીઓને નાણાંકીય સહાય આપવામાં આવે છે.

ગ્રામ પંચાયતના ચોપડે તદન કાચું ગાર માટીનું કામ ચલાઉ ઝૂંપડુ નોધાયેલુ હોય તેવા લાભાથીઓને.

મકાન વિહોણા પરંતુ પોતાની માલિકીની જમીન / પ્લોટ ધરાવતા અને જેમણે સરકારશ્રીની અન્ય ગૃહ નિઁમૉણ યોજનાનો લાભ મેળવેલ ન હોય તેવા લાભાથીઓને સહાય આપવામાં આવે છે.

યોજનાના ફાયદા / સહાય

રૂ. ૭૦,૦૦૦/-

અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા

જિલ્લાના મદદનીશ કમિશનરશ્રી / આદિજાતિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના સહિતની અરજી રજૂ કરવાની હોય છે અને આ દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાથીઓને સહાય આપવામાં આવે છે.

હળપતિ લાભાથીઓને અરજી ફોઁમૅ ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ બોડૅની કચેરીમાંથી વિના મૂલ્યે પૂરા પાડવામાં આવે છે, જેની ચકાસણી બોડૅની પેટા કચેરી દ્રારા ચકાસણી કરી પાત્રતા ધરાવતા લાભાથીઓને સહાય આપવામાં આવે છે.

યોજનાનો ઉદેશ

અનુસૂચિત જનજાતિના તેજસ્વી કારકિદી ધરાવતા વિધાથીઓને વિદેશમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો / તાલીમ માટે હળવા વ્યાજની લોન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

પાત્રતાના ધોરણો

અરજદાર અનુસૂચિત જનજાતિનો હોવો જોઈએ.

અરજદારે મેટ્રીક્યુલેશન અથવા હાયર સેકન્ડરો અથવા ઈન્ડિયન સ્કુલ સટીફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરેલ હોય તેવા વિધાથીઓને /અરજદારોને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે, પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષા, પી.એચ.ડી. તેમજ ઉચ્ચ કક્ષાના સંશોધન અને કોમ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.

અરજદાર જે વિદેશની યુનિ.માં અભ્યાસક્ર્મ કરવા માંગતો હોય તે યુનિ.માં મળેલ પ્રવેશ અંગેની વિગત આપવાની રહેશે તેમજ જે શરતો / નિયમો નકકી કયૉ હશે તે રજૂ કરવાનો રહેશે.

વિદેશમાં અભ્યાસ કરવા માટેના સમયગાળા દરમ્યાન વીઝા તથા પાસપોટૅ મેળવી રજૂ કરવાનો રહેશે.

આવી યોજનાનો લાભ કુંટુંબમાંથી એક જ વ્યકતિને આપવામાં આવશે. આવક મયૉદા ધ્યાને લેવામાં આવશે નહિ.

આ યોજના હેઠળ ગુજરાત રાજયમાં કે ભારતના જે અભ્યાસક્રમો કે પદવીઓ માટેની સવલત ઉપલબ્ધ ન હોય તેવા અભ્યાસક્ર્મો કે પદવીઓ માટે જ લોન આપવામાં આવશે.

યોજનાના ફાયદા / સહાય

લોન મહતમ રૂ ૧૫.૦૦ લાખ (પંદર લાખ)

પ્રકિયા

અરજદાર અનુસૂચિત જનજાતિનો ઉમેદવાર હોવા અંગેનો સક્ષમ અધિકારીશ્રીએ આપેલા જાતિના પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત/ ખરી નકલ

અરજદારે પસાર કરેલી મેટ્રીક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા તો ઈન્ડીયન સ્કુલ સટીફીકેટ પરીક્ષાની માકૅશીટ તેમજ પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત/ ખરી નકલ

સ્કુલ લીવીગ સટીફીકેટની ઝેરોક્ષ નકલ

લાભાથીએ બે સધ્ધર જામીનો રજૂ કરવાના રહેશે અને તેઓના રૂ. ૨૦/- ના સ્ટેમપ પેપર ઉપર મામલતદારશ્રી/ નોટરી રૂબરૂ સોગદનામુ કરાવી મિલકતના પુરાવા સહિત રજૂ કરવા

લાભાથીનું પોતાનું રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર સોગદનામું કરાવી રજૂ કરવું

વિદેશ જતાં પહેલા અરજદારે પાસપોટૅ, સ્ટુડન્ડ વિઝા, વિદેશમાં માન્ય યુનિ. પ્રવેશ મળ્યા અંગેનો પત્ર વગેરે આધાર રજૂ કરવાના રહેશે

આ યોજના હેઠળ અભ્યાસક્ર્મ માટે થનાર ખચૅના અંદાજો સંસ્થા પાસેથી મેળવીને રજૂ કરવાના રહેશે

આ યોજના હેઠળ લોન મેળવનાર લાભાથીએ અભ્યાસક્ર્મ પૂણૅ કયૉબાદ ભારતમાં તેમની સેવાઓ ઓછ્માં ઓછી પાંચ વષૅ માટે આપવાની બાંહેધરી રૂ. ૨૦/- ના નોન જયુડશીયલ સ્ટેમ્પ ઉપર આપવાની રહેશે

આવા અભ્યાસક્રમોમાં દાખલ થવા ઈરછતા ઉમેદવારના કોઈ સગા સંબંધી વિદેશમાં રહેતા હોય તો તાલીમાથીને તેઓ દ્રારા નાણાંકીય જવાબદારી માટે પૂરસ્કૃત કરેલા હોવા જોઈએ

લાભાથીએ આ યોજના હેઠળ લોનની રકમ રીઝ્વૅ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા નિયત થયેલ વિનિમયના દરે ચૂકવવામાં આવશે અને રીઝવૅ બેંકની નિયમ અનુસારની મંજૂરી લેવાની રહેશે

અમલીકરણ કરતી કચેરી /એજન્સી / સંસ્થા

ગુજરાત આદિજાતિ વિકાસ કોપોરેશન, ગાંધીનગર